શિવાનંદ કોવિડ હોસ્પિટલની ગોઝારી ઘટનાથી રાજકોટ ફાયર વિભાગ સફાળુ જાગી ગયુ હોય તેવી રીતે હરકતમાં આવી ગયું હતું. પરંતુ, હજુ પણ લાગે છે RMC અને રાજકોટ ફાયરને કોઇ મોટી હોનારતની પ્રતિક્ષા છે. કારણે પણ છે આવુ કહેવાનું અને તે છે કે, રાજકોટમાં 147 હોસ્પિટલો ફાયર સેફ્ટીના સાધનો વિહોણી હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવે છે. પહેલાતો આ સાધનો વિના હોસ્પિટલને શરુ કરવાની પરમિશન કોણે આપી તે પ્રશ્ન ઉભો થાય છે. અને હવે જ્યારે 147 હોસ્પિટલો ફાયર સેફ્ટીના સાધનો વિહોણી છે, ત્યારે ફક્ત 58 હોસ્પિટલોને જ કેમ સાધન ખરીદીની નોટિસ અપાઈ છે ?
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના લાગ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ હરકતમાં આવી ગયો છે. ફરી એક વખત રાજકોટની તમામ હોસ્પિટલોમાં સઘન ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.રાજકોટ શહેરમાં છેલ્લા બે માસમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા રાજકોટની કુલ 191 હોસ્પિટલોમાંથી 147 હોસ્પિટલ અને પુરતા સાધન હોવાની ખરીદી માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ આ હોસ્પિટલ આંખ આડા કાન કર્યા હોવાનો સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ફરીથી ચેકિંગ હાથ ધરીને 58 હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગના અધિકૃત સૂત્રોએ પાસેથી જાણવા મળ્યા પ્રમાણે છેલ્લા બે મહિનામાં 191 હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 44 હોસ્પિટલોમાં ફાયરના પૂરતા સાધનો જોવા મળ્યા હતા. તેમજ 147 હોસ્પિટલમાં અપૂરતા ફાયરના સાધનો હોવાથી તેઓને ખરીદી માટે નોટિસ પાઠવવામાં આવી હતી .નોટિસ પાઠવવામાં આવ્યા બાદ પણ ફરી એક વખત મનપા દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે જેમાં વધુ 58 હોસ્પિટલોને ફાયરનાં સાધનો ખરીદીને મુકવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.
રાજકોટની તમામ હોસ્પિટલોમાં ફરીથી નિરીક્ષણ કામગીરી હાથ ધરવામાં આવશે ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર દ્વારા જાણવા મળ્યું છે કે રાજકોટ શહેરમાં આવેલી તમામ હોસ્પિટલોમાં ફાયર સ્ટેશન મુજબ ચેકિંગ હાથ ધરવાનો શરૂ કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં આ પ્રકારની ઘટના નામ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારી અને સંતોષ માનવામાં આવી રહ્યું હોવાનું સેક્સ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે પરંતુ નોટિસ બાદ પૂરતી તપાસ હાથ ધરવામાં આવતી નથી જેના કારણે આવી આગજનીની ઘટનાઓ ઘટે છે.રાજકોટમાં ફાયર વિભાગ દ્વારા ફરીથી ચેકિંગ અને નોટિસ ફટકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
