31 ડિસેમ્બર નજીક આવી આવી રહી છે ત્યારે પોલિસે સતર્કતા વધારી દીધી છે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતુ .જેમાં પોલીસે નશો કરતા હોઇ કે નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા હોઇ તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રોહિબિશન વિભાગ દ્વારા સ્કોડની રચના પણ કરવામાં આવી હતી.
જેમાં અલગ અલગ ટિમો બનાવીને નશો કરતા લોકોને પકડવાનો તખ્તો તૈયાર કર્યો હતો. તેમજ તેમના વિરુધ કડક કાર્યવાહી હાથ ઘરવાની તૈયારીઓ કરી હતી. નશિલા પદાર્થોની હેરાફેરીને લઇને રાજ્યમા પોલિસે સતર્કતા વધારી દીધી છે. વિવિધ રાજમાર્ગો પર નાકાબંધી કરવાની તૈયારીઓ પણ કરી લીધી હતી.
