Amit Shah Ahmedabad: ગુજરાત પહેલીવાર નેશનલ ગેમ્સ માટે યજમાન બન્યું છે. 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં રમાનાર છે. ગુજરાત 2022 ની સત્તાવાર રીતે અહીંના EKA એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે રવિવારે (4 સપ્ટેમ્બર) રાજકારણ અને રમતગમતની દુનિયાના અગ્રણી મહાનુભાવોની હાજરીમાં પ્રારંભ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય યુવા અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર સાથે આ મેગા ઇવેન્ટની હાજરી આપશે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં લૉન્ચ કરશે, તેમજ CM ભૂપેન્દ્ર પટેલ, અનુરાગ ઠાકુર, હર્ષ સંઘવી ભારતના જાણીતા રમતવીરોની ઉપસ્થિતિમાં આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરશે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “અમને રાષ્ટ્રીય રમતોની યજમાની કરવાનો આનંદ અને ગર્વ છે. અમે ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓ અને અધિકારીઓની રાહ જોઈ રહ્યા છીએ અને આ ગેમ્સને અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી”.
રમત-ગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઉજવણીની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ પર્વે ગુજરાતમાં યોજાઇ રહેલી 36મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની 36 રમતોમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20,000 જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેવા જઈ રહ્યાં છે. 36મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે શનિવારે સાંજે 6 વાગ્યે યોજાશે.
ટ્રાન્સસ્ટેડીયાના એકા એરેના ખાતે યોજાઈ રહેલા આ સમારોહમાં ગુજરાત રાજ્યમાં નેશનલ ગેઈમ્સના આયોજન માટે ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઑલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે. ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલા 11મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન પણ આ સમારોહમાં યોજાશે. ગુજરાતના પેરા-ઍથ્લેટ્સએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના આવા ચાર પેરા-ઍથ્લેટ્સનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ગુજરાતમાં યોજાઇ રહેલી 36મી નેશનલ ગેઈમ્સ માટે ગુજરાત અને ભારતમાં અભૂતપૂર્વ ઉત્સુકતા છે. રાજ્ય સરકાર રાષ્ટ્રીય રમતોત્સવમાં ભારતભરના રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત પ્રેમીઓને આવકારવા આતુર છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય / જન્મ પછી તરત જ બાળકના મૃત્યુના કિસ્સામાં, મહિલા કર્મચારીને મળશે 60 દિવસની પ્રસૂતિ રજા
આ પણ વાંચો: હત્યાનો ભેદ ઉકેલાયો / ગાયિકા વૈશાલી બલસારા મર્ડર કેસમાં મોટો ખુલાસો, જાણો કોણે કરી હત્યા
આ પણ વાંચો: અંકિતા સિંહ હત્યા કેસ / સાંસદ નિશિકાંત દુબે અને મનોજ તિવારી સહિત 9 લોકો સામે FIR, આ છે આરોપ
