Ahmedabad News:ગુજરાત રાજ્યની સૌથી મોટી ગવર્મેન્ટ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીને NAAC તરફથી A+ ગ્રેડ મળ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં 28 થી 30 જાન્યુઆરી દરમિયાન NAAC ઈન્સ્પેક્શન થયું હતું.ઈન્સ્પેક્શન દરમિયાન કેટલાક સભ્યોની ટીમ ગુજરાત યુનિવર્સિટીમાં આવી હતી. તેમણે વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. નિરીક્ષણ બાદ ગુજરાત યુનિવર્સિટીને A+ ગ્રેડ આપવામાં આવ્યો છે. યુનિવર્સિટીને 5માંથી 3.3 માર્કસ મળ્યા છે.
ગુજરાત યુનિવર્સિટીને વર્ષ 2015માં NAACમાં B ગ્રેડ મળ્યો હતો. જે બાદ યુનિવર્સિટીએ 2024માં NAAC માટે અરજી કરી હતી, જેમાં યુનિવર્સિટીના ડોક્યુમેન્ટેશનમાં રિસર્ચ, ઈનોવેશન, સ્ટાર્ટ-અપ સહિતના વિવિધ દસ્તાવેજોના આધારે યુનિવર્સિટીને 70માંથી માર્કસ આપવામાં આવ્યા છે. જ્યારે બાકીના 30 માર્કસ ઇન્સ્પેક્શન માટે હતા. આ અંગે NAACની ટીમ 28 થી 30 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં નિરીક્ષણ માટે આવી હતી.
NAAC ટીમ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા બાદ, ટીમે ત્રણ દિવસ દરમિયાન યુનિવર્સિટીના વિવિધ વિભાગોની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. ટીમે યુનિવર્સિટીની હોસ્ટેલ અને અન્ય બિલ્ડીંગનું પણ નિરીક્ષણ કર્યું હતું. ટીમે વિદ્યાર્થીઓ અને કેટલાક સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી અને નિરીક્ષણ દરમિયાન 30 માર્કસમાંથી બાકીના માર્કસ આપવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીએ NAAC માટે અરજી કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીમાં સમારકામ, પેઇન્ટિંગ, ડ્રેસ કોડ વગેરે સહિતના વિવિધ કામો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીને ફેરવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ NAAC એ યુનિવર્સિટીને A++ ગ્રેડ આપ્યો ન હતો. યુનિવર્સિટીની કેટલીક ખામીઓ NAAC દ્વારા નોંધવામાં આવી હતી, જેના કારણે A++ને બદલે માત્ર A+ ગ્રેડ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો:વિદ્યાનાધામમાં ગાંજાની ફેક્ટરી, ગુજરાત યુનિવર્સિટીમાં નશાના છોડ

