Not Set/ દ્વારકાના ઓખા સમુદ્રમાં બે શીપ વચ્ચે ટક્કર, 43 ક્રુ મેમ્બર્સને બચાવાયા

દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં એક વિદેશી અને એક ભારતીય જહાજ વચ્ચે ટક્કર થતા કોસ્ટગાર્ડની મદદની જરૂર પડી હતી. જેને લઈને ભારતીય સુરક્ષા એજન્સીની ટીમ સમયસર પહોંચી…

Gujarat Others
શીપ વચ્ચે ટક્કર
  • દ્વારકાના ઓખા સમુદ્રમાં બે શીપ વચ્ચે અકસ્માત
  • ઓખાથી 10 માઇલ દૂર બે વિદેશી શીપ વચ્ચે ટક્કર
  • ઓખા કોસ્ટ ગાર્ડની ટીમ મદદ માટે થઈ હતી રવાના
  • પેટ્રોલિંગ શીપ અને હેલિકોપ્ટર દ્વારા કરાઈ મદદ
  • કોસ્ટ ગાર્ડ દ્વારા સમુદ્રમાં પ્રદૂષણ નિયંત્રણની સૂચના

દ્વારકાના ઓખા સમુદ્રમાં બે શીપ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ઓખાથી 10 માઇલ દૂર બે વિદેશી શીપ વચ્ચે ટક્કર થઈ હતી. ઓખા કોસ્ટ ગાર્ડની ટીમ મદદ માટે રવાના થઈ હતી. પેટ્રોલિંગ શીપ અને હેલિકોપ્ટર દ્વારા મદદ કરાઈ હતી. કોસ્ટ ગાર્ડ દ્વારા સમુદ્રમાં પ્રદૂષણ નિયંત્રણની સૂચના આપાઈ છે.

આ પણ વાંચો :અમદાવાદની 13 બેંકોમાં 10થી લઈને 2000 સુધીની નકલી નોટો થઈ જમા

આ મામલે મળતી માહિતી અનુસાર, દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં એક વિદેશી અને એક ભારતીય શીપ વચ્ચે ટક્કર થતા કોસ્ટગાર્ડની મદદની જરૂર પડી હતી. જેને લઈને ભારતીય સુરક્ષા એજન્સીની ટીમ સમયસર પહોંચી જઈ બંને જહાજના 43 ક્રુ મેમ્બરને ઉગારી લીધા છે. બંને જહાજ વચ્ચે ટક્કર થતા જહાજમાં રહેલ ઓઇલને કારણે જળ પ્રદુષણ ન ફેલાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. શિપ ટકરાતા કોઈ કેમિકલ દરિયામાં અંદર ઢોળાયું કે કેમ તેની તપાસ હાથ ધરાઇ હતી.

a 348 દ્વારકાના ઓખા સમુદ્રમાં બે શીપ વચ્ચે ટક્કર, 43 ક્રુ મેમ્બર્સને બચાવાયા

એક જાહજ હોંગકોંગ અને બીજું માર્શલ આઇલેન્ડનું જહાજ હોવાની માહિતી સામે આવી. હોંગકોંગના જહાજના ક્રુ મેમ્બર ભારતીય હોવાનું સામે આવ્યું. તો માર્શલ આઇલેન્ડના કાર્ગો જહાજમાં ફિલિપાઇન્સના ક્રુ મેમ્બર હોવાની વિગતો સામે આવી.  મધદરિયે વિદેશી જહાજ વચ્ચે ટક્કરના અહેવાલ મળતા જ ભારતીય કોસ્ટગાર્ડની ટીમો મદદ માટે પહોંચી હતી. અને બંને કાર્ગો શિપને સમુદ્રમાં પ્રદૂષણ નિયંત્રણ કરવાની સૂચના આપી હતી.

a 349 દ્વારકાના ઓખા સમુદ્રમાં બે શીપ વચ્ચે ટક્કર, 43 ક્રુ મેમ્બર્સને બચાવાયા

આ પણ વાંચો : ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 4 પૈકી એકનું કરૂણ મોત

એમવી માય એટલાન્ટિક ગ્રેસ નામના જહાજમાં 21 ભારતીય ક્રુ મેમ્બર હતા. જ્યારે કે, ફિલિપાઈન્સના માય એવીએટર જહાજમાં 22 ફિલિપાઈન્સ ક્રુ મેમ્બર સવાર હતા. બીજી તરફ બંને શિપમાંથી કેમીકલ દરિયામાં ન ભળે અને જળ પ્રદુષણ ન થાય તેના મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યા હોવાની વિગતો ઓખા કોસ્ટગાર્ડ દ્વારા આપવામાં આવી છે. હાલ ભારતીય કોસ્ટ ગાર્ડ શીપ તમામ 43 ક્રુ મેમ્બર્સને લઈને ઓખા બંદરે આવી ગયું છે.

આ પણ વાંચો :સારંગપુર AMTS બસ ટર્મિનલનો શેડ ધરાશાયી, મુસાફરો ઓછા હોવાથી દુર્ઘટના ટળી

આ પણ વાંચો : પાલનપુર GRD ભરતીમાં સર્જાઈ ધક્કામુક્કી, પોલીસે ડંડા મારીને કરવા પડ્યા કંટ્રોલ

આ પણ વાંચો :તાપી કિનારે બનાવાશે અદ્ભુત રિવરફ્રન્ટ : CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય