કચ્છ/ નીડર અને નિવૃત નાયબ પોલિસ અધિક્ષકના ઈકો એડવેન્ચર કેમ્પમાં આવશો તો બહારની દુનિયા ભૂલી જશો.

આજના સમયમાં યુવાઓ મોબાઈલમાં જ પોતાનો સમય પસાર કરે છે. પણ અહીં મોબાઈલને ભૂલીને તમામ પ્રકૃતિનો લ્હાવો કઈ રીતે લેવો તે શીખવાડવામાં આવે છે.

Gujarat Others Trending
kutch નીડર અને નિવૃત નાયબ પોલિસ અધિક્ષકના ઈકો એડવેન્ચર કેમ્પમાં આવશો તો બહારની દુનિયા ભૂલી જશો.

ઈકો એડવેન્ચર કેમ્પ : આજે લોકો પ્રકૃતિનું શુ મહત્વ છે તે ભૂલતા જાય છે ,દરરોજના ભાગદોડના સમયમાં પ્રકૃતિ શું છે તે આપણે જાણતા નથી,પણ આપણે થોડો સમય લઈને ખરેખર આપણે કુદરતી આબોહવા નિહાળવી હોય કચ્છમાં ભુજથી અંજાર જતા માર્ગ પર ક્ચ્છ ઈકો એડવેન્ચર કેમ્પ ની મુલાકાત લેવી જોઈએ

આનંદની વાત એ છે કે ઈકો એડવેન્ચર કેમ્પનું સમગ્ર સંચાલન કચ્છના નીડર અને સત્યતા સાથે રહેલા નિવૃત નાયબ પોલિસ અધિક્ષક દિલીપભાઈ અગ્રાવત સંભાળી રહ્યા છે ભુજથી 18 કિલોમીટરના અંતરે આવેલ ક્ચ્છ ઇકો એડવેન્ચર કેમ્પમાં એક નહિ પણ અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે. નાના બાળકોથી માંડીને વડીલો સુધી આ પ્રવૃતિઓનો લાભ મેળવી શકે છે.
20 એકરમાં પથરાયેલા આ કેમ્પની અંદર પ્રવેશતા સુંદર મજાનું એક રીસેપ્શન જોવા મળે છે ,જ્યાં દરેક પ્રકારની પેંટિંગ જોવા મળે છે.

kutch 1 નીડર અને નિવૃત નાયબ પોલિસ અધિક્ષકના ઈકો એડવેન્ચર કેમ્પમાં આવશો તો બહારની દુનિયા ભૂલી જશો.

મિશન મિલીયન ટ્રી / સ્મૃતિવનમાં મિયાવાકી પદ્ધતિથી એક સાથે ૬૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે

ઈકો એડવેન્ચર કેમ્પ માં અનુભવી સ્ટાફ દરેક પ્રવૃત્તિ કરાવે છે. અહીં એક સુંદર તળાવ છે. જેની ફરતે વૃક્ષ વાવવામાં આવ્યા છે. સ્વચ્છ અને સુંદર તળાવમાં બોટિંગની સગવડ રાખવામાં આવી છે.  જે પેન્ડલ બોટ વડે તળાવની સફર કરાવવામાં આવે છે. તળાવમાં જુદાજુદા પ્રકારની માછલીઓ તેમજ બતક વિચરતા જોવા મળે છે. જેનો આનંદ અદભુત છે. અહીં સ્નાન માટે સ્વચ્છ અને સુંદર સ્વીમીંગ પુલ આવેલો છે.  મ્યુઝીકના સથવારે લોકો આનંદ માણે છે.  લોકોની સેફટી માટે ટ્યૂબ ટાયર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ફ્રેશ થવા માટે સ્વચ્છ સ્નાનઘર પણ બનાવવામાં આવ્યા છે. અહીં આવનાર વડીલોના આરામ માટે વૃક્ષોના છાંયડામાં ખાટલા રાખવામાં આવ્યા છે.  જેની અનુભતી ખરેખર અનોખી છે.

kutch 2 નીડર અને નિવૃત નાયબ પોલિસ અધિક્ષકના ઈકો એડવેન્ચર કેમ્પમાં આવશો તો બહારની દુનિયા ભૂલી જશો.

રણબંકો / રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી

ઈકો એડવેન્ચર કેમ્પ ની આસપાસ વિસ્તારમાં ડુંગરો આવેલા છે. જ્યાં ઉગેલી વનસ્પતિની માહિતી પણ આપવામાં આવે છે.  રાત્રી દરમિયાન લાઈટ વગર કયા પ્રાણી,પક્ષીને ઓળખી શકીએ,તેમજ જંગલમાં કઈ રીતે સફર કરવી જોઈએ તેની જાત અનુભૂતિ આસપાસના સ્થળોએ જઈને કરાવાય છે. જીપ મારફતે જંગલમાં ઉબળ ખાબડ જગ્યાએ કઈ રીતે સફારી કરવી તેનું માર્ગદર્શન અપાય છે.  ખાસ કરીને આજના સમયમાં યુવાઓ મોબાઈલમાં જ પોતાનો સમય પસાર કરે છે. પણ અહીં મોબાઈલને ભૂલીને તમામ પ્રકૃતિનો લ્હાવો કઈ રીતે લેવો તે શીખવાડવામાં આવે છે.  લોકોને રોપ કોર્ષ કરાવવામાં આવે છે.  જેમાં કુદરતી આપતી સમયે કઈ રીતે સામનો કરવો,તેમજ કઈ રીતે ફિટ રહેવું તેનું માર્ગદર્શન આપવામાં આવે છે. થોડા સમય પૂર્વે સૂરત ખાતે અગ્નિ તાંડવની ઘટનામાં વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા.  ત્યારે આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે કઈ રીતે વિદ્યાર્થીઓ સામનો કરે તેનું માર્ગદર્શન આપવામાં આવે છે.  એટલું જ નહિ ઉચ્ચાઈએથી કઈ રીતે ચાલવું,ઉતરવું તેની જાતે અનુભૂતિ કરાવાય છે.

kutch 3 નીડર અને નિવૃત નાયબ પોલિસ અધિક્ષકના ઈકો એડવેન્ચર કેમ્પમાં આવશો તો બહારની દુનિયા ભૂલી જશો.

રસીકરણ / શું Cavaxin અને Covishield વેક્સીનની મિશ્ર માત્રા લેવી સલામત છે?

જીપલાઈન મારફતે એક અનોખી અનુભતી લોકો કરે છે. અહીંની માઉન્ટેન સફારી અનોખી છે.  આ ઉપરાંત અહીં આવનાર ગ્રુપ માટે સુંદર વાતાવરણ વચ્ચે પરંપરાગત ટેન્ટમાં રહેવાની સગવડ છે.  કેમ્પમાં એક એક વૃક્ષો પર બોર્ડ લગાવાયા છે જે બોર્ડમાં વૃક્ષનું જતન કરવું જોઈએ તે ખાસ કહેવાયુ છે. આ સંકુલમાં જુદા જુદા પ્રકારના પક્ષીઓ જોવા મળે છે આવનાર તમામ પરિવાર સુરક્ષિત અને એક અનોખો અનુભવ કરશે તે એક હકીકત છે એક વખતની અહીં મુલાકાત કાયમી બનશે.

https://youtu.be/IKhuxYXO3tY