Not Set/ અંબાજી ત્રિશુલીયા ઘાટ નજીક અકસ્માતમાં 10નાં મોત, CMએ વ્યક્ત કરી સંવેદના

બનાસકાંઠાનાં વિશ્વ પ્રસીધ્ધ યાત્રાધામ અંબાજી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. દુર્ભાગ્ય પૂર્ણ રોડ અકસ્માતમાં 10 લોકોનાં મૃત્યુ નિપજ્યા છે. તો અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે બનાસકાંઠા જીલ્લાનાં વડગામ તાલુકાનાં ભલગામનાં લોકો અંબાજી આવેલી એક દરગાહે ઇબાદત કરી પરત ફરી રહ્યા હતા. દરગાહે ઇબાદત કરી લગભગ 25 જેટલા લોકો જીપમાં પરત ફરી […]

Gujarat Others
pjimage 4 1 અંબાજી ત્રિશુલીયા ઘાટ નજીક અકસ્માતમાં 10નાં મોત, CMએ વ્યક્ત કરી સંવેદના

બનાસકાંઠાનાં વિશ્વ પ્રસીધ્ધ યાત્રાધામ અંબાજી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. દુર્ભાગ્ય પૂર્ણ રોડ અકસ્માતમાં 10 લોકોનાં મૃત્યુ નિપજ્યા છે. તો અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે બનાસકાંઠા જીલ્લાનાં વડગામ તાલુકાનાં ભલગામનાં લોકો અંબાજી આવેલી એક દરગાહે ઇબાદત કરી પરત ફરી રહ્યા હતા. દરગાહે ઇબાદત કરી લગભગ 25 જેટલા લોકો જીપમાં પરત ફરી રહ્યા હતા ત્યારે જીપ અચાનક જ પલટી ખાઇ જતા 10 લોકોને ભરખી ગઇ હતી. અકસ્માત અંબાજી ત્રિશુલીયા ઘાટ નજીક સર્જાયો હતો. હોય એટલા મુસાફરો ભરીને પૈસા કમાઇ લાેવાની લાહ્યમાં ઓવર લોડ ભરવામાં આવેલી જીપ પલટી મારી ગઇ હોવાની પ્રાથમીક માહિતી સામે આવી રહી છે. ત્યારે આ માર્ગો પર ચાલતી અવી માતેલ સાંઢ જેવી જીપો પર કોઇ તંત્રની નજર કેમ નથી પડી રહી ?  તેવા પ્રશ્નો તો ઉભા થાય છે પરંતુ ન તો પોલીસ દ્રાર આને ન તો RTO કે અન્ય સરકારી મશીનરી દ્રારા આને રોકવાનાં પ્રયાસે થયા છે અને ભવિષ્યમાં પણ હપ્તા રાજનાં ઓથા નીચે આવા કડક પગલા ભરાય તેવુ લાગી રહ્યું છે.

a5 અંબાજી ત્રિશુલીયા ઘાટ નજીક અકસ્માતમાં 10નાં મોત, CMએ વ્યક્ત કરી સંવેદના

અકસ્માતમાં 10 લોકોનાં મોતની નિપજ્યા અને 15 લોકો ઘયલ થતા તમામ ઘયલોને સારવાર અર્થે વિસનગરની સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા પાલનપુર સિવિલમાં ઘાયલોના સગાના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. તો સાથે સાથે પાલનપુરના MLA મહેશ પટેલ પણ ઘયલોના ખબર પુછવા સિવિલ પહોંચ્યા હતા. મૃતક અને ઘાયલોમાં મોટા ભાગના લોકો વડગામ તાલુકાનાં હોવાથી વડગામ MLA જીગ્નેશ મેવાણીએ પણ સિવિલની મુલાકાત લીધી હતી અને ઘયલોની પુછા કરી હતી.

a1 અંબાજી ત્રિશુલીયા ઘાટ નજીક અકસ્માતમાં 10નાં મોત, CMએ વ્યક્ત કરી સંવેદના

બનાસકાંઠા અકસ્માતનાં એક સાથે 10-10 લોકોનો ભોગ લેવાતા સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઇ હતી અને CM વિજય રુપાણી દ્રારા પણ દુર્ઘટનાની નોંધલેવામાં આવી હતી. CM રૂપાણીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અને તમામ મૃતકોના પરિવાર જનોને શાંતવના પાઠવી હતી. તો સાથે સાથે CM દ્રારા દુર્ઘટનાને દુ:ખદ ગણાવી મૃતકો અને ઘાયલોને રાજ્ય સરકાર દ્રારા આથિર્ક સહાયની પણ જાહેરાત કરવામા આવી હતી.