Not Set/ જૂનાગઢ શહેર કોંગ્રેસમાં પડ્યું ગાબડું, કોંગ્રેસ મહિલા કોર્પોરેટરે આપ્યું રાજીનામું

જૂનાગઢ શહેર કોંગ્રેસના અગ્રણી ધર્મેશ પરમાર તથા તેમના પત્ની વોડ ન 19 ના ચાલુ કોર્પોરેટર સવિતા પરમાર એ કોંગ્રેસ ના અંદરો અંદર ના વિવાદો ના કારણે કંટાળી ને આપ્યું રાજીનામું.   કોંગ્રેસ ના વરિષ્ઠ પૂર્વ મેયર લાખાભાઇ પરમાર ના પુત્ર ધર્મેશ પરમાર તથા તેમના પત્ની સવિતાબેન પરમાર એ આજે કોંગ્રેસ ના અંદરો અંદરના જૂથવાદ થી […]

Gujarat Others Politics
Junagadh શહેર કોંગ્રેસમાં પડ્યું ગાબડું, કોંગ્રેસ મહિલા કોર્પોરેટરે આપ્યું રાજીનામું

જૂનાગઢ શહેર કોંગ્રેસના અગ્રણી ધર્મેશ પરમાર તથા તેમના પત્ની વોડ ન 19 ના ચાલુ કોર્પોરેટર સવિતા પરમાર એ કોંગ્રેસ ના અંદરો અંદર ના વિવાદો ના કારણે કંટાળી ને આપ્યું રાજીનામું.

 

કોંગ્રેસ ના વરિષ્ઠ પૂર્વ મેયર લાખાભાઇ પરમાર ના પુત્ર ધર્મેશ પરમાર તથા તેમના પત્ની સવિતાબેન પરમાર એ આજે કોંગ્રેસ ના અંદરો અંદરના જૂથવાદ થી કંટાળી આજે રાજીનામું આપ્યુ છે,જૂનાગઢ શહેર માં કોંગ્રેસ ના 3 જૂથો પડી ગયા છે (1) વિરોધ પક્ષ નું જૂથ(2) નવા ચૂંટાયેલા ધારાસભ્ય નું જૂથ(3) શહેર પ્રમુખ નું જૂથ આ જૂથો ના અંદરો અંદર ના જગડા માં પ્રજા હેરાન થતી હોય છે મતદાતા ઓ પોતાના પ્રશ્નો લય આવે છે ત્યારે એક જૂથ બીજા જૂથ ના વિરોધ માં કોઈ કામ થવા દેતું નથી જેથી મૂળ કોંગ્રેસી છે તેમને પરેશાની વેઠવી પડતી હોય છે.લોકો ના પાણી જેવા જીવન જરૂરિયાત ના અને જે જવાબદારી કોર્પોરેશન ની હોય છે તે નિભાવી સકતા નથી જેથી અને ના છૂટકે રાજીનામું આપી પોતાના દરેક હોદા પરથી છૂટા થયા છે,આ રાજી નામા ની નકલ પોસ્ટ દ્વારા તેઓ એ કમિશ્નર,મેયર, વિરોધ પક્ષ ના નેતા, અને શાસક પક્ષ ને આપેલું છે