બનાસકાંઠા/ ધાનેરામાં મધ્યાહન ભોજન ખાધા બાદ બાળકોની જીભ પડી કાળી, જાણો કેમ થયું આવું

બનાસકાંઠા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાનું ભોજન ખાધા કેટલાક બાળકોને આડ અસર થઇ હોવાની માહિતી સામે આવી છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 01 09T132429.940 ધાનેરામાં મધ્યાહન ભોજન ખાધા બાદ બાળકોની જીભ પડી કાળી, જાણો કેમ થયું આવું
  • બનાસકાંઠા:મધ્યાહન ભોજન બાદ બાળકોને અસર
  • ધાનેરાના નાનડુગડોલ ગામની શાળામાં બની ઘટના
  • મધ્યાહન ભોજન બાદ બાળકોની જીભ પડી કાળી
  • મધ્યાહન ભોજન બાદ બાળકોને થઇ અસર

Banaskantha News: સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 અને બાલવાટિકાના વર્ગમાં વિદ્યાર્થીઓને બપોરના સમયે ભોજન પૂરી પાડતી યોજના એટલે મધ્યાહન ભોજન યોજના. આ યોજના અમલમાં આવી ત્યારથી કોઈ ને કોઈ વાદ વિવાદમાં આવી રહી છે. ક્યારેક ગુણવત્તાયુક્ત ભોજન ન મળવાથી, તો ક્યારેક ભોજનમાં આવતા જીવજંતુને કારણે વિવાદમાં આવતી હોય છે. ત્યારે આવામાં બનાસકાંઠા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાનું ભોજન ખાધા કેટલાક બાળકોને આડ અસર થઇ હોવાની માહિતી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા જિલ્લાની એક શાળામાં આ ઘટના ઘટતા હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશો અપાયા છે.

મળતી માહિતી અનુસાર,બનાસકાંઠા ના ધાનેરા  તાલુકાના મોટી ડુગડોલ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ બપોરે મધ્યાહન ભોજન આરોગ્યા બાદ અચાનક જ બાળકોની જીભ પર તેની અસર જોવા મળી હતી. અને બાળકોની જીભ કાળી પડવા લાગતા દોડધામ મચી જવા પામી હતી. બાદમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ અને તપાસના આદેશો આપ્યા હતા. જોકે, જીભ કાળી પડવા પાછળ સામાન્ય લક્ષણો જણાયા હોવાથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યુ

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા