Not Set/ આજથી દોડતી થશે અમદાવાદની લાઇફ-લાઇન ગણાતી AMTS-BRTS બસ

હાલ સમગ્ર દેશ અને રાજ્ય સહિત સૌથી વધુ જ્યાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ હતું, તેવા અમદાવાદમાં સ્થિતી હવે ધીમે ધીમે પૂર્વવત થઈ રહી છે. ત્યારે કોરોનાવાયરસનાં કહેરનાં કારણે છેલ્લા છ મહિનાથી બંધ પડેલી AMTS અને BRTS બસ સેવા આજથી કાર્યરત કરવામાં આવી છે. બસ સેવા કાર્યરત થતા શહેરીજનોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઓછા ખર્ચે આરામદાયક મુસાફરી મળી રહેશે. આજથી શરૂ […]

Ahmedabad Gujarat
dae3e81470b6d3eb6a27136bfd9ea5d7 આજથી દોડતી થશે અમદાવાદની લાઇફ-લાઇન ગણાતી AMTS-BRTS બસ
dae3e81470b6d3eb6a27136bfd9ea5d7 આજથી દોડતી થશે અમદાવાદની લાઇફ-લાઇન ગણાતી AMTS-BRTS બસ

હાલ સમગ્ર દેશ અને રાજ્ય સહિત સૌથી વધુ જ્યાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ હતું, તેવા અમદાવાદમાં સ્થિતી હવે ધીમે ધીમે પૂર્વવત થઈ રહી છે. ત્યારે કોરોનાવાયરસનાં કહેરનાં કારણે છેલ્લા છ મહિનાથી બંધ પડેલી AMTS અને BRTS બસ સેવા આજથી કાર્યરત કરવામાં આવી છે. બસ સેવા કાર્યરત થતા શહેરીજનોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઓછા ખર્ચે આરામદાયક મુસાફરી મળી રહેશે. આજથી શરૂ કરવામાં આવેલી બીઆરટીએસ બસ સર્વિસ દ્વારા કુલ 222 બસ રોડ પર દોડતી કરવામાં આવી છે. 

શહેરનાં અલગ-અલગ 13 રૂટ પર બીઆરટીએસ બસ સેવા કાર્યરત થઇ છે. પરંતુ નોંધનીય છે કે કોરોનાવાયરસની મહામારીનાં ભયને કારણે મુસાફરોની હાજરી પાંખી જોવા મળી રહી છે. આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં 6 મહિના બાદ સિટીબસ શરૂ થશે. AMTS-BRTSની બસ અગાઉ મુજબ જ દોડશે. વળી આ બસોમાં ક્ષમતાનાં 50 % જ મુસાફરી કરી શકશે. વળી આ બસોમાં હાલમાં ઉભા ઉભા મુસાફરી નહીં થઈ શકે. 

આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી પૂર્વની બસો પશ્ચિમમાં ન જતી હોવાથી મુસાફરોને હાલાકી પડતી હતી. રિવરફ્રન્ટ ખાતે મળેલી બેઠકમાં બસો પૂર્વથી પશ્ચિમ દોડવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારનાં દિશા નિર્દેશો પ્રમાણે અમદાવાદમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય અમદાવાદનાં તમામ વિસ્તારોમાં આ બસો દોડતી થઈ જશે. જો કે, આ બસોમાં પણ 50 ટકા કેપીસિટી સાથે પરિવહન કરવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.