Education/ ગુજરાત બોર્ડના ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ : રાજકોટે મારી બાજી

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ આવ્યું છે.  સૌથી વધુ પરિણામ રાજકોટ જીલ્લામાં આવ્યું છે. અહીં  85.78 ટકા પરિણામ આવ્યું છે. જયારે સૌથી ઓછું પરિણામ દાહોદ જીલ્લામાં આવ્યું છે.

Top Stories Gujarat
પરિણામની ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ આવ્યું છે.  સૌથી વધુ પરિણામ રાજકોટ જીલ્લામાં આવ્યું છે. અહીં  85.78 ટકા પરિણામ આવ્યું

વિધાર્થીઓ અને વાલીઓ જેની કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા. તે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ તારીખ ૧૨ મેં ના રોજ જાહેર થયું છે.  ગુજરાત બોર્ડના 12મા પરિણામની તારીખ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જાહેર કરવામાં આવી હતી.

આજે ધોરણ 12મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એટલે કે 12મી મે 2022ના રોજ સવારે 10:00 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે.  જે બાદ શાળા દ્વારા ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ જોઈ શકાય છે. તમામ વિદ્યાર્થીઓ સંબંધિત શાળામાંથી તેમના સ્કોરકાર્ડ મેળવી શકશે. ગુજરાત બોર્ડ દ્વારા કોમર્સ, આર્ટસ અને વોકેશનલ સ્ટ્રીમનું પરિણામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વર્ષ 2021માં ગુજરાત બોર્ડનું 12મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 17મી જુલાઈએ જાહેર કરવામાં આવ્યું હતું.

પરિણામ ની જાહેરાત કરતા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તમામ વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. અને નાપાસ વિધાર્થીઓને નાસીપાસ નહિ થતા વહુ મહેનત કરવા અપીલ કરી હતી. કુલ 140 કેન્દ્રો પર 1,07,663 પરિક્ષાર્થી ઓ નોંધાયા હતા. જેમાંથી 1,06,347 પરિક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  હાલમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ આવ્યું છે.  સૌથી વધુ પરિણામ રાજકોટ જીલ્લામાં આવ્યું છે. અહીં  85.78 ટકા પરિણામ આવ્યું છે. જયારે સૌથી ઓછું પરિણામ દાહોદ જીલ્લામાં આવ્યું છે. અહીં દાહોદ જીલ્લામાં માત્ર 40.19% પરિણામ આવ્યું છે.

જયારે રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 64 છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર લીમખેડા  છે. અહીં 33.33 ટકા પરિણામ આવ્યું છે. તો સૌથી વઘુ પરિણામ ધરાવતું કેન્દ્ર લાઠી છે. અહીં 96.12 ટકા પરિણામ નોધાયું છે. રાજ્યમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિના કેસ ની સંખ્યા 122 નોધાઇ હતી. તો સાથે ગુજકેટનું પરિણામ પણ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત બોર્ડની 12મી બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછો ડી ગ્રેડ મેળવવો જરૂરી છે. જ્યારે, E ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપવાનું રહેશે.