Not Set/ આર્ટિકલ 370 પર ભારતને મળ્યો હવે રશિયાનો સાથ, જાણો શું કહ્યુ

છેલ્લા ઘણા સમયથી કાશ્મીરને લઇને પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન દુનિયાભરનો પ્રવાસ કરી રહ્યા છે. પરંતુ કોઇ એક દેશ પણ આ મુદ્દે તેની સાથે ઉભા રહેવા માંગતુ નથી. ભારત પહેલા જ કહી ચુક્યુ છે કે આ અમારો આંતરિક મામલો છે જેના કારણે દુનિયાભરનાં દેશો આ મુદ્દાથી કિનારો કરી રહ્યા છે. હવે કાશ્મીર મુદ્દે ભારતને રશિયાનું પણ […]

Top Stories India
russian envoy to india nikolay kudashev ani pic 1566975194 આર્ટિકલ 370 પર ભારતને મળ્યો હવે રશિયાનો સાથ, જાણો શું કહ્યુ

છેલ્લા ઘણા સમયથી કાશ્મીરને લઇને પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન દુનિયાભરનો પ્રવાસ કરી રહ્યા છે. પરંતુ કોઇ એક દેશ પણ આ મુદ્દે તેની સાથે ઉભા રહેવા માંગતુ નથી. ભારત પહેલા જ કહી ચુક્યુ છે કે આ અમારો આંતરિક મામલો છે જેના કારણે દુનિયાભરનાં દેશો આ મુદ્દાથી કિનારો કરી રહ્યા છે. હવે કાશ્મીર મુદ્દે ભારતને રશિયાનું પણ સમર્થન મળી ગયું છે.

આપને જણાવી દઇએ કે, રશિયન રાજદ્વારી નિકોલે કુદાશેવે કહ્યું કે, આર્ટિકલ 370 એ ભારત સરકારનો સાર્વભૌમ નિર્ણય છે. આ ભારતની આંતરિક બાબત છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા અને લાહોર કરાર અંતર્ગત કાશ્મીરનો મુદ્દો ઉકેલી શકાય છે. આ મુદ્દે અમારો વિચારો ભારત જેવા જ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન ઇમરાન ખાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલા પર વાત કરતા કહ્યુ હતુ કે, તેમને ભારતનાં વડાપ્રધાન મોદીએ આ મુદ્દે મધ્યસ્થી કરવા કહ્યુ હતુ. જો કે બાદમાં તે વાત ખોટી હોવાનુ સામે આવ્યુ હતુ. તે સમયથી જ પાકિસ્તાન સતત પ્રયત્ન કરી રહ્યુ છે કે આ મામલે મધ્યસ્થી કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.