- અમદાવાદની વધુ એક રેસ્ટોરેન્ટની બેદરકારી સામે આવી
- વધુ એક વખત ગ્રાહકના ભોજનમાંથી નીકળ્યો વંદો
- ખ્યાતનામ SBR ગ્વાલિયા રેસ્ટોરેન્ટમાં બન્યો બનાવ
- શહેરના સિંધુભવન રોડ પર આવેલી છે SBR ગ્વાલિયા
Ahmedabad News: બ્રાન્ડેડ કંપનીના રેસ્ટોરન્ટમાં ભોજન આરોગતા પહેલા ચેતી જજો. બ્રાન્ડેડના નામે પુષ્કળ પૈસા વસૂલતા રેસ્ટરન્ટમાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે. અમદાવાદમાં સૌથી પોશ ગણતા સિંધુભવન રોડજ પર આવેલી SBR ગ્વાલિયા રેસ્ટોરેન્ટના કુલચામાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે.
ઓસ્ટ્રેલિયાથી આવેલો એક પરિવાર જે ગ્વાલિયા રેસ્ટોરેન્ટમાં જમવા માટે ગયો હતો. ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના બાદ રેસ્ટોરેન્ટમાં હોબાળો મચ્યો હતો.તેઓએ અલગ અલગ જમવાનું ઓર્ડર કર્યું હતું. જેમાં વેજીટેબલ કુલચા પણ તેઓએ ઓર્ડર કર્યા હતા. ઓસ્ટ્રેલિયાથી જે દીકરી આવી હતી. તે કુલચા ખાતી હતી, ત્યારે અચાનક જ ધ્યાન ગયું હતું કે કુલચામાં વંદો છે આથી યુવતી ગભરાઈ ગઈ હતી કારણ કે આ પ્રકારની વસ્તુ જતા તેની તબિયત ઉપર પણ માઠી અસર પડે છે
મળતી માહિતી અનુસાર, અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી SBR ગ્વાલિયા રેસ્ટોરન્ટ વિવાદમાં આવી છે. ગ્રાહકે મંગાવેલા વેજિટેબલ કુલચામાં વંદો નીકળ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના બાદ રેસ્ટોરેન્ટમાં હોબાળો મચ્યો હતો. આ ઘટનામાં ગ્વાલિયા રેસ્ટોરેન્ટના મેનેજરને જાણ કરતા તેમણે માત્ર સોરી કહી અને માફી માગી લીધી હતી અને ફૂડ પાછું લઈ લીધું હતું.
આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી
આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ
આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી
આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી