અવસાન/ ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનું નિધન

ગુજરાતી ફિલ્મ જગતથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી  ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું આજે નિધન થયું છે.

Top Stories Gujarat Others
a 3 ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનું નિધન

ગુજરાતી ફિલ્મ જગતથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી  ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું આજે નિધન થયું છે. હિન્દી ફિલ્મોમાં એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલત હતો તેમ ગુજરાતી ફિલ્મોના વિલનમાં એવો જ દબદબો અરવિંદ રાઠોડે રાખ્યો છે. અઢળક ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કરનારા અરવિંદ રાઠોડનું આજે નિધન થયું છે.

આ પણ વાંચો :  ઇશુદાન અને મહેશભાઈ જેવા લોકો પર ખુલ્લેઆમ હુમલો કરવામાં આવી રહ્યો છે તો ગુજરાતમાં કોઈ સુરક્ષિત

ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના અભિનેતા દિગ્ગજ કલાકારના નિધનથી ગુજરાતી ફિલ્મજગતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

આ ગુજરાતી કલાકારને ‘મેરા નામ જૉકર’ જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો. તેમણે અંદાજે 250 થી વધુ ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યુ છે. તેમણે અનેક હિન્દી ફિલ્મોમા પણ કામ કર્યુ છે.

અરવિંદ રાઠોડ સાથે દસ ફિલ્મોમા સાથે કામ કરનાર અભિનેત્રી ભાવિની જાનીએ તેમના વિશે કહ્યુ કે, અમે 10 ફિલ્મો સાથે કરી હતી. તેઓ બહુ જ ઉમદા કલાકાર હતા. તેઓ અન્ય કલાકારોને પણ હંમેશા મદદગાર રહેતા. તેમના નિધનથી ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝને મોટી ખોટ પડી છે.

આ પણ વાંચો :આંગણવાડીમાં યુનિફોર્મનું વિતરણમાં એક પણ રૂ.નો ક્યાંય ભ્રષ્ટાચાર થયો નથી : ગણપત વસાવા