Not Set/ દેશ અને દુનિયામાં કોરોનાનાં વધતા કેસ ચિંતાનો વિષય, કુલ મોતની સંખ્યામાં અમેેરિકા ટોપ પર

કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ માહિતી શેર કરી તે મુજબ, વૈશ્વિક કોરોનાનાં કેસો વધીને 18.2 કરોડ થઈ ગયા છે.

Top Stories Trending
11 13 દેશ અને દુનિયામાં કોરોનાનાં વધતા કેસ ચિંતાનો વિષય, કુલ મોતની સંખ્યામાં અમેેરિકા ટોપ પર

કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ માહિતી શેર કરી તે મુજબ, વૈશ્વિક કોરોનાનાં કેસો વધીને 18.2 કરોડ થઈ ગયા છે. વળી, સમગ્ર વિશ્વમાં આ મહામારીનાં કારણે 39.4 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે.

11 14 દેશ અને દુનિયામાં કોરોનાનાં વધતા કેસ ચિંતાનો વિષય, કુલ મોતની સંખ્યામાં અમેેરિકા ટોપ પર

આ પણ વાંચો – મોંઘવારીનો માર / અમુલ બાદ બરોડા ડેરીએ પણ દૂધનાં ભાવમાં કર્યો વધારો, જાણો કેટલો થયો વધારો

દુનિયામાં કોરોનાનાં કેસ અને મોતની સંખ્યા

ગુરુવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, હાલનાં વૈશ્વિક કેસ અને મૃત્યુની સંખ્યા અનુક્રમે 18,21,36,238 અને 39,45,551 થઇ ગઇ છે. સીએસએસઈ અનુસાર, સમગ્ર વિશ્વમાં કેસ અને મોતની સંખ્યા અમુક્રમે 33,664,909 અને 60,471 ની સાથે અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. સંક્રમણનાં મામલે ભારત 3,03,62,848 કેસોની સાથે બીજા સ્થાન પર છે. 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ(1,85,57,141), ફ્રાંસ(58,37,261), રશિયા(54,49,594), તુર્કી(54,25,652), યુકે(48,17,236), આર્જેન્ટિના(44,70,374), ઇટાલી(42,59,909), કોલમ્બિયા(42,59,909) ), સ્પેન(38,08,960), જર્મની(37,36,205) અને ઇરાન(32,04,557) છે. મોતનાં મામલે બ્રાઝિલ 5,18,066 મોતોની સાથે વિશ્વમાં બીજા સ્થાન પર છે. ભારતમાં (3,98,454), મેક્સિકો (2,32,803), પેરુ (1,92,331), રશિયા (1,32,973), યુકે (1,28,404), ઇટાલી (1,27,566), ફ્રાંસ (1,11,244) અને કોલમ્બિયા (1,05,934) માં 1,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

11 15 દેશ અને દુનિયામાં કોરોનાનાં વધતા કેસ ચિંતાનો વિષય, કુલ મોતની સંખ્યામાં અમેેરિકા ટોપ પર

આ પણ વાંચો – Interesting / ગરીબીની ખટાસ દૂર કરવા કેરી વેચતી બાળકીને અચાનક જ મળી સહાનુભૂતિની મિઠાસ, 1 કેરી 10 હજારમાં વેચાઈ

ભારતમાં કોરોનાનાં કેસ અને મોતની સંખ્યા

ભારતમાં કોવિડ-19 નો કહેર યથાવત છે. દૈનિક સંક્રમિતોનાં કેસોની પુષ્ટિ થઈ રહી છે અને આ રોગથી મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. દરમ્યાન, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના મહામારીનાં 48,786 નવા કેસોની પુષ્ટિ થઈ હતી અને 1,005 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 3,04,11,634 થઈ ગઇ છે અને મૃત્યુઆંક 3,99,459 પર પહોંચી ગયો છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 5,23,257 થઇ ગઇ છે. સાપ્તાહિક પોઝિટિવિટી દર પણ 2.64 ટકા છે જ્યારે દૈનિક સંક્રમણ દર સતત 24 માં દિવસે પણ 5 ટકાથી નીચે છે.

Footer દેશ અને દુનિયામાં કોરોનાનાં વધતા કેસ ચિંતાનો વિષય, કુલ મોતની સંખ્યામાં અમેેરિકા ટોપ પર