- અમૂલ બાદ બરોડા ડેરીએ પણ દૂધનાં ભાવ વધાર્યા
- વડોદરાવાસીઓ પર મોંઘવારીનો વધુ એક વાર
- ડેરીએ ગોલ્ડ દૂધમાં પ્રતિ લીટર 4 રૂ.નો વધારો કર્યો
- આજથી ગ્રાહકોએ ચૂકવવો પડશે દૂધનો નવો ભાવ
- બરોડા ડેરીનાં ગોલ્ડ દૂધમાં સૌથી વધુ ભાવવધારો
- શક્તિ, તાજા અને ગાયનાં દૂધમાં 2 રૂ.નો વધારો
- પેટ્રોલ ડીઝલનાં ભાવ વધતાં દૂધનાં ભાવમાં વધારો
રાજ્યમાં કોરોનાનાં કેસ તો ઘટી રહ્યા છે પણ લાગે છે કે હજુ સામાન્ય નાગરિકને ઘણુ સહન કરવાનું બાકી રહી ગયુ છે. લગભગ રોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધી રહ્યો છે ત્યારે આ ભાવ વધારાથી પરેશાન સામાન્ય નાગરિક માટે વધુ એક મુસિબત આવી પડી છે.

આ પણ વાંચો – વધુ એક ઝટકો / લ્યો! હવે દૂધમાંય ઉભરો, અમુલે લિટર દીઠ 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી વધારો લાગુ
મોંઘવારીની સતત માર સહન કરી રહેલો સામાન્ય નાગરિક માટે હજુ આવનારો સમય કપરો સાબિત થાય તેવી સ્થિતિનું નિર્માણ તાજેતરમાં થઇ રહ્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. ગઈ કાલે એટલે કે બુધવારે અમૂલે દૂધનાં ભાવમાં વધારો કર્યો હતો, જે બાદ નક્કી હતુ કે અન્ય પણ ભાવમાં વધારો કરશે જ. આવુ જ કઇંક હવે જોવા મળી રહ્યુ છે. જણાવી દઇએ કે, અમૂલ બાદ હવે બરોડા ડેરીએ પણ દૂધનાં ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ ગોલ્ડ દૂધમાં પ્રતિ લિટર રૂપિયા 4 નો વધારો કર્યો છે. જે બાદ સામાન્ય નાગરિકો પર વધુ એક મોંઘવારીનો માર થયો છે. આ ભાવ વધારો આજથી એટલે કે ગુરુવાર 1 જુલાઈથી લાગુ થયો છે. હવેથી ગ્રાહકોએ દૂધનો નવો ભાવ આપવો પડશે. જણાવી દઇએ કે, શક્તિ, તાજા અને ગાયનાં દૂધમાં રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે. સીધી વાત છે કે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થશે તેની અસર અન્ય પર પણ પડશે, જે પરિણામે આજે દૂધનાં ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો – ટ્વિટર વિવાદ / અમેરિકાના કોપીરાઇટ એકટ લાગુ કરો છો તો ભારતના કાયદાનું પણ પાલન કરો: મંત્રી રવિશંકર પ્રસાદ
ઉલ્લેખનીય છે કે, આજે ગુરુવારથી અમુલ ડેરીએ તેના દૂધનાં ભાવમાં વધારો કર્યો છે અને હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, અમુલ ડેરી બાદ રાજકોટ ડેરી અને બરોડા ડેરી એસોસિએશને પણ તેમના દૂધનાં ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા એક વર્ષથી દૂધનાં ભાવમાં કોઈ વધારો કરાયો ન હતો. ત્યારે હાલની સ્થિતિમાં પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો થતા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવા લાગ્યુ છે, જેના કારણોસર દૂધનાં ભાવમાં વધારો કરવામાં આવશે તેની સંભાવનાઓ પહેલા જ હતી. જો કે, દૂધ સિવાય અન્ય ચીજ વસ્તુઓનાં ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જો કે જરૂરી નથી કે તાજેતરમાં અન્ય ચીજ વસ્તુઓ પર ભાવ વધારો નથી તો આવતા સમયે પણ નહી થાય. જો કે હવે જોવાનુ રહેશે કે મોંઘવારીનો માર સામાન્ય નાગરિકોને ક્યા સુધી સહન કરવો પડશે.

