Not Set/ કલમ 377: રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્ર સિંહ કરી રહ્યા છે સમલૈંગિકો માટે આશ્રમનું નિર્માણ,વાંચો કેમ

વડોદરા, સમલૈંગિક સંબંધો અંગેની કલમ 377માં થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્રસિંહ કે જેમણે પોતે જ ગે હોવાની કબૂલાત કરી છે. તેમણે સમલૈંગિકો માટે આશ્રમ બનાવવાની શરૂઆત કરી છે. તેમનું કહેવું છે કે, ભારતમાં આ એવો પહેલો આશ્રમ હશે જે સમલૈંગિકો માટે બનાવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે […]

Top Stories Vadodara

વડોદરા,

સમલૈંગિક સંબંધો અંગેની કલમ 377માં થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્રસિંહ કે જેમણે પોતે જ ગે હોવાની કબૂલાત કરી છે. તેમણે સમલૈંગિકો માટે આશ્રમ બનાવવાની શરૂઆત કરી છે.

તેમનું કહેવું છે કે, ભારતમાં આ એવો પહેલો આશ્રમ હશે જે સમલૈંગિકો માટે બનાવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સમલૈંગિકોને આપણો સમાજ આવકારતો નથી અને ભારતીય સંસ્કૃતિ માં સમલૈંગિકોને યોગ્ય સ્થાન નથી મળતું.

માનવેન્દ્રસિંહે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી અને આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા સમલેંગિક સંબંધોને માન્યતા આપવામાં આવી. પોતાના આશ્રમ વિશે વાત કરતા માનવેન્દ્રસિંહે જણાવ્યું કે, તેઓ એવા લોકો માટે આશ્રમ બનાવી રહ્યા છે જેમને સમાજ તરછોડી દેતો હોય છે.

રાજપીપળા પાસે બનાવવામાં આવી રહેલા આ આશ્રમમાં સમલૈંગિકોને આશરો આપવામાં આવશે અને તેમને સ્વનિર્ભર બનાવવામાં આવશે..જેના માટે તેમને તાલીમ પણ આપવામાં આવશે..