paper leak/ ધોરણ 10ના પેપર લીકમાં નવા ખુલાસા, વિતરણ બાદ તરત જ વાયરલ થયાનો દાવો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે જણાવ્યું કે પ્રથમ વાત તો પેપર ફુટ્યું જ નથી. અમારી પાસે પેપર વર્ગખંડ સુધી સુરક્ષિત પહોંચે

Gujarat
ધોરણ 10નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું કરનાર સંજેલીના ચાર યુવાનોને LCBએ ઝડપી લીધા

ગુજરાતમાં વાંરવાર પેપર લીક થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ગઈકાલે ધોરણ 10નું પેપર ચાલુ પરીક્ષા દરમિયાન જ તેના જવાબો સોશિયલ મીડિયા પર લીક થયા હતા. જણાવી દઈએ કે પેપર એક કલાક પહેલા નહીં પરંતુ અઢી કલાક પહેલા વાયરલ થયું હતું તેવા દાવા સામે આવી રહ્યાં છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે જણાવ્યું કે પ્રથમ વાત તો પેપર ફુટ્યું જ નથી. અમારી પાસે પેપર વર્ગખંડ સુધી સુરક્ષિત પહોંચે છે જેમાં પેપર ફુટવાનો કોઈ ચાન્સ જ નથી. તેમજ વિધાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ બાદ અમે બહાર જવા દેતા નથી. પેપર ફુટ્યાના નામે આ સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

પેપર લીક મુદ્દે મનીષ દોશી આવ્યા મેદાને

સોશિયલ મીડિયા પર ધોરણ 10નું પેપર લીક થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. ત્યારે શિક્ષણ બોર્ડ થકી આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે પેપર લીકને લઈને મનીષ દોશી પણ મેદાને આવી ગયા છે. તેમણે કહ્યું કે આ ખુબ શરમજનક છે અને પેપર લીક કરનારાઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ.

મનીષ દોશીએ વધુમાં જણાવ્યું કે પેપર લીકની ઘટનાઓ વારંવાર જોવા મળી રહી છે. મહેસાણા પણ આ અગાઉ પેપર લીક થયું હતું. અવારનવાર થતી આવી ઘટનાઓથી લાખો વિધાર્થીઓની કારકિર્દીને અસર થાય છે.

મહીસાગર સુધી પેપર વાયરલ થયાનું કનેક્શન

ધોરણ 10નું હિન્દીનું પેપર વાયરલ થયાનું કનેક્શન મહિસાગર સુધી હોય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જણાવી દઈએ કે પેપર વાયરલ કરનાર અમિત તાવિયાડ, શૈલેશ પટેલ, સુરેશ ડામોર અને ધનશ્યામ ચારેલની પોલીસે અટકાયત કરી છે. જો કે પેપર વાયરલ કરનાર એક વ્યક્તિ હજુ પોલીસની પકડથી દુર છે.

વાંચો આ પણ: હિમાચલ પ્રદેશમાં ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાની મોટી જાહેરાત,ન મુખ્યમંત્રી બદલાશે,ન તો મંત્રીઓ,જાણો વિગત

વાંચો આ પણ: લદ્દાખમાં નિર્માણાધિન પુલ ધરાશાયી થતાં 4 મજૂરોના મોત,બેની હાલત ગંભીર

વાંચો આ પણ: કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને કર્યો ઠાર,સર્ચ ઓપરેશન શરૂ

વાંચો આ પણ: RRR ફિલ્મની કમાણી 1 હજાર કરોડને પાર,ભારતની ત્રીજી ફિલ્મ આ કલબમાં સામેલ