Not Set/ સતત બીજા દિવસે પણ 1 કરોડ ની ખનીજ ચોરી ઝડપી લેવાઈ..

સુરેન્દ્રનગર જિલ્લાના થાન લખતર અને રતનપર પંથકમાં ખનિજ વહન કરતાં ૫ણ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા.

Gujarat
Untitled 47 સતત બીજા દિવસે પણ 1 કરોડ ની ખનીજ ચોરી ઝડપી લેવાઈ..

ખાણ ખનીજ સુરેન્દ્રનગર ના અધિકારીશ્રી ઓઝા સાહેબ ની સૂચના અન્વયે નાઈટ/દિવસ ચેકીંગ દરમ્યાન વઢવાણ ખાતે 2 ડન્ફર ગેરકાયદેસર બ્લેક્ટ્રેપ ભરી વહન કરતુ હોઈ જે પકડી સીઝ કરી બહુમાળી ભવન કબ્જો સોંપેલ છે તેમજ વધુમાં તપાસ કરતા વહેલી સવારે થાનગઢ ખાતે 1  ટ્રક ગેરકાયદેસર રીતે સિલિકાસેન્ડ ખનીજ વહન અંગે પકડેલ જે થાનગઢ પોલીસ સ્ટેશન કબ્જો સોંપેલ તેમજ લખતર રોડ ખાતે એક ડન્ફર બ્લેકટ્રેપ ઓવરલોડ વહન અંગે સીઝ કરી લખતર પોલીસ સ્ટેશન મુકેલ તથા બહુમાળી ભવન ખાતે પણ એક બ્લેકટ્રેપ ઓવરલોડ ડન્ફર વહન અંગે સીઝ કરી મુકેલ એમ કુલ 5 ડન્ફર સીઝ કરી કુલ 1 કરોડ નો મુદ્દામાલ સીઝ કરેલ છે. જે આગળ ની કાર્યવાહી અત્રેની કચેરી ખાતેથી કરવામાં આવશે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ફેરફાર થતી ખનીજચોરી અટકાવવાના પ્રયાસો સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી અને રાત્રી દરમ્યાન ચેકીંગ કામગીરી હાથ ધરી અને ગ્રામ્ય વિસ્તારોમાં થતી ખનીજ ચોરી અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે સતત બીજા દિવસે પણ એક કરોડની ખનીજ ચોરી ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી ખનીજ વિભાગે હાથ ધરી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ થકી કરવામાં આવતી બેફામ ખનીજ ચોરી  અટકાવવાના પ્રયાસો સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે વઢવાણ રતનપર લખતર થાન સહિતના પંથકમાં ખનીજ ચોરી ઝડપી પાડી અને ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.