રાજકોટ ઝુની આબોહવા માફક આવી જતાં અનેક પ્રાણીઓએ અહીં બચ્ચાને જન્મ આપ્યો છે. ત્યારે આ શ્રેણીમાં હવે વરૂ યુગલે સતત બીજી વખત ચાર બચ્ચાને જન્મ આપ્યો છે.રાજકોટ મહાપાલિકાના પ્રદ્યુમનપાર્ક ઝુ ખાતે મૈસુરથી લાવવામાં આવેલા વરૂ યુગલે ચાર બચ્ચાને જન્મ આપતા ઝુમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. માદા વરુ રૂહીઅને નર વરુ રાહિલ વચ્ચે બ્રિડીંગ થયા બાદ બે મહિને રૂહીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો.
Gujarat / 31મીના આગલા દિવસે દારૂડીયાઓના રંગમાં રાજકોટ પોલીસે પાડ્યો ભં…
પ્રદ્યુમન પાર્કના સુત્રોએ જણાવ્યું હતું કે, ગર્ભધારણ સમય દરમિયાન જ માદા વરુએ ઝૂ ખાતેના વિશાળ પાંજરાની અંદર જ બચ્ચાઓને જન્મ આપવા માટે ગુફા બનાવવાનું ચાલુ કર્યું હતું. આ ગુફા બનાવવામાં નર વરૂ પણ મદદ કરતો હતો. ડીલીવરીનો સમયગાળો નજીક આવતા માદા વરૂ ગુફાની અંદર રહેવાનું પસંદ કરતી હતી જયારે નર વ ડેનની આસપાસ રક્ષક તરીકે આંટાફેરા કરતો હતો. ડેનની અંદર રહેલ માદા વને કોઇપણ જાતની ખલેલ ન પડે તે માટે તેની પુરી તકેદારી નર દ્વારા રખાતી જોવા મળી હતી.
Ahmedabad / કોરોના વેક્સીનેશનને લઈને AMC તંત્રની આવી છે તૈયારીઓ…..
ભારતીય વરૂ એ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા અંતર્ગત શેડયુલ-1નું ખુબજ મહત્વનું પ્રાણી છે. વરૂની વસતી ઘટવાના કારણે જ ગુજરાતમાં નીલગાય (રોઝડા)ની સંખ્યા અને ઉપદ્રવ વધ્યો છે. ગુજરાત રાજ્યના ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા પણ વના સંરક્ષણ અને સંવર્ધન માટે તકેદારીના વિશેષ પગલા લેવામાં આવી રહ્યા છે.વધુમાં ઝુના સૂત્રોએ જણાવ્યું હતું કે, વરૂમાં ગર્ભ ધારણનો સમય ગાળો 2 મહિનાનો હોય છે, બ્રિડીંગ થયાના 61થી 63 દિવસના સમયગાળા બાદ વ બચ્ચાને જન્મ આપે છે. હાલમાં માતા અને બચ્ચાની તબીયત સારી છે તેમના નિરીક્ષણ માટે તેમને સીસીટીવી કેમેરાની નિગરાનીમાં રાખવામાં આવ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…