@ભરત સુંદેશા, મંતવ્ય ન્યુઝ – બનાસકાંઠા
ડીસામાં હાઇવે ઉપર ૨૦૦ કરોડના માતબર ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે જો કે, બ્રિજ બનાવતી કમ્પની દ્વારા સરકારની કોઈ જ પૂર્વ મંજુરી સિવાય હવાઈ પીલર નજીક ના ગ્રાઉન્ડમાં માટીના ઢગ અને કાટમાળ નાખવામાં આવ્યો હતો. આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા આર.ટી. આઈ. માં માહિતી માંગતા પાંચ માસ અગાઉ ડીસા નાયબ કલેકટર દ્વારા સરકારી જગ્યાનો ઉપયોગ કરવા બદલ તેના ભાડા પેટે રૂપિયા ૬૫,૬૬,૮૭૫ નો દંડ ફટકાર્યો હતો.
આ રકમ સાત દિવસમાં ભરપાઈ કરવાની નોટિસ પણ ફટકારી હતી. જોકે આજદિન સુધી હાઇવે ઓથોરિટી દ્વારા આ દંડની રકમ ભરપાઈ કરવામાં ના આવતા ડીસા મામલતદાર દ્વારા દંડની રકમ તાત્કાલિક ભરપાઇ કરવા નોટિસ ફટકારી છે.
ડીસા હાઇવે ઉપર રચના કન્ટ્રક્શન કમ્પની દ્વારા ઓવરબ્રિજ બનાવવાની કામગિરી શરૂ કરવામાં આવી છે આ કમ્પની દ્વારા કોઈપણ જાતની મંજુરી કે પરવાનગી વિના હવાઈ પીલર નજીકના ખુલ્લા ગ્રાઉન્ટમાં માટીના ઢગલા અને કાટમાળ નાખવામાં આવ્યો હતો. આ મામલે ડીસાના એક જાગૃત નાગરિક દ્વારા આર. ટી. આઈ. હેઠળ માહિતી માંગતા સરકારી જગ્યાનો ભાડા વિના ઉપયોગ કરવાની બાબત બહાર આવી હતી.
જાગૃત નાગરિક દ્વારા ભાડું વસુલવામાં માટે નાયબ કલેકટર એચ. એમ. પટેલને રજુઆત કરતા નાયબ કલેકટર દ્વારા હાઇવે ઓથોરિટીને સરકરી જગ્યા નો ૩૯૫ દિવસ સુધી ઉપયોગ કરવા બદલ ભાડા પેટે રૂ. ૩૭,૫૨,૫૦૦, લોકલ ફંડ પેટે રૂ. ૧૮,૭૬,૨૫૦ તેમજ કેળવણી સેશ પેટે રૂ. ૯,૩૮,૧૨૫ મળી કુલ રૂપિયા ૬૫,૬૬,૮૭૫ નો દંડ ફટકારી આ રકમ સાત દિવસમાં કસ્બા તલાટીને ભરપાઈ કરી તેની પાવતીઓ બતાવવા હુકમ કર્યો હતો.
જો કે, આ વાત ને પાંચેક માસ જેટલો સમય થઈ જવા છતાં આજદિન સુધી હાઇવે ઓથોરિટી દ્વારા આ રકમ ભરપાઈ કરવામાં ના આવતા ગતરોજ ડીસા શહેર મામલદાર લાલજીભાઈ મકવાણાએ આ દંડની રકમ તાત્કાલિક ભરપાઈ કરવા વધુ એક નોટિસ ફટકારી હતી.
આ પણ વાંચો : 31 ડિસેમ્બર પહેલા વઢવાણ પોલીસનો સપાટો, રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી પકડ્યો લાખો રૂ.નો દારૂ
આ પણ વાંચો : હનીમૂન પર ગયેલી પત્નીને જાણ થઇ કે પતિ છે નામર્દ, પછી..
આ પણ વાંચો : થરાદ કેનાલમાંથી હાથ બાંધેલી હાલત મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા
આ પણ વાંચો : હાઈવે પર ઓવરસ્પીડ પર બાઇક ચલાવવું યુવકને પડ્યું ભારે, થયું કરુણ મોત
આ પણ વાંચો :ગોઝારો મંગળવાર: ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…