Not Set/ “કોંગ્રેસ પાર્ટીને નવા અધ્યક્ષ મળી ગયા છે અને હવે તેઓ મારા પણ બોસ છે” : સોનિયા ગાંધી

દિલ્લી, દેશની સૌથી જૂની રાજનૈતિક પાર્ટી કોંગ્રેસ તાજેતરમાં પરિવર્તનમાંથી પસાર થઇ રહી છે. ગત વર્ષના ડિસેમ્બર માસમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની વરણી કરાયા બાદ કોંગ્રેસમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ૨૦૧૪ બાદ યોજાયેલી ચુંટણી બાદ ગુજરાતમાં વિધાનસભા અને રાજસ્થાનની પેટા ચુંટણીમાં કોંગ્રેસને મળેલી સફળતા અંગે જણાવતા સોનિયા ગાંધીએ કહ્યું, ” કોંગ્રેસ પાર્ટીને નવા […]

Top Stories

દિલ્લી,

દેશની સૌથી જૂની રાજનૈતિક પાર્ટી કોંગ્રેસ તાજેતરમાં પરિવર્તનમાંથી પસાર થઇ રહી છે. ગત વર્ષના ડિસેમ્બર માસમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની વરણી કરાયા બાદ કોંગ્રેસમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ૨૦૧૪ બાદ યોજાયેલી ચુંટણી બાદ ગુજરાતમાં વિધાનસભા અને રાજસ્થાનની પેટા ચુંટણીમાં કોંગ્રેસને મળેલી સફળતા અંગે જણાવતા સોનિયા ગાંધીએ કહ્યું, ” કોંગ્રેસ પાર્ટીને નવા અધ્યક્ષ મળી ગયા છે. હું તેમને બધા તરફથી શુભેચ્છા પાઠવું છું. અને હવે રાહુલ ગાંધી મારા પણ બોસ છે”.

ગુરુવારે કોંગ્રેસની પાર્લામેન્ટ્રી મીટિંગમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, મને આશા છે કે જે પ્રમાણે પાર્ટીના કાર્યકર્તાઓએ મારા અધ્યક્ષકાળ દરમિયાન જે કામ કર્યું હતું, તે જ રીતે રાહુલના પ્રમુખપદે પણ કામ કરશે. અમે ગુજરાતની વિધાનસભા અને રાજસ્થાનની પેટા ચુંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે. મને આશા છે કે આગામી સમયમાં કર્નાટકની ચુંટણીમાં પણ શાનદાર પ્રદર્શન કરશે. આ પરિણામો બતાવી રહ્યા છે કે, દેશમાં હવા બદલાઈ રહી છે.

આ દરમિયાન તેઓએ મોદી સરકાર પર હુમલો બોલ્યો હતો. આ અંગે જણાવતા કહ્યું, આ સરકારને સત્તા પર આવ્યા બાદ ચાર વર્ષ થઇ ગયા છે અને સતત સરકારના કારણે લોકતંત્ર ખતરામાં આવી રહ્યું છે. આ કારણે સંસદ, કોર્ટમાં, મીડિયામાં અને સમાજ પર અસર પડી છે. દેશના ખેડૂતોની સ્તિથી ખૂબ જ ખરાબ થઇ રહી છે.

મહત્વનું છે કે, ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રસે ૧૮૨ સીટમાંથી ૮૦ બેઠકો મેળવી હતી જયારે રાજસ્થાનની બે લોકસભા અને એક વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને જીત મળી છે.