અમદાવાદ
ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે સરકારી પ્રોટોકોલ મુજબ, મળતી સવલતો હાલ પુરતી લેવાનો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઈન્કાર કરી દીધો છે. તેમણે આ મુદ્દે પાછળથી પોતાના નિર્ણયની જાણ કરશે તેમ જણાવ્યુ છે. મળતી માહિતી મુજબ વિધાનસભામાં વિરોધપક્ષના નેતાને એક કેબિનેટ કક્ષાના મંત્રી સમકક્ષ સુવિધા મળવાપાત્ર રહે છે. જેથી સરકારી પ્રોટોકોલ મુજબ, વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીને કાર, બે કમાન્ડો સહિતની સુવિધાઓ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી.
જાકે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રોટોકોલ મુજબ મળેલી કાર અને બે કમાન્ડો સહિતની સુવિધાઓ પ્રાથમિક તબક્કે પાછી મોકલી દીધી છે. પરેશ ધાનાણીનું કહેવુ છે કે આ સુવિધા લેવી કે નહીં તે અંગે તેઓ બાદમાં વિચાર કરીને જવાબ આપશે. જાકે હાલના તબક્કે તેમને આ સુવિધાની જરુર નથી. મહત્વનું છે કે, પરેશ ધાનાણીની ઈમેજ પહેલાથી જ એક લો પ્રોફાઈલ નેતા તરીકેની રહી છે. લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આક્રમક ગણાતા પરેશ ધાનાણીની જીવનશૈલી એક સામાન્ય વ્યક્તિના જેવી છે. ત્યારે તેમણે હાલ પુરતી સરકારી સુવિધાઓ સ્વીકારવાનો ઈન્કાર કરીને પોતાના આ લો પ્રોફાઈલ વ્યÂક્તત્વનો ફરી એકવાર પરિચય આપ્યો છે.
