Not Set/ CM રુપાણીએ REFCOLD-2018નો કરાવ્યો પ્રારંભ, ખેડૂતોની ખેતપેદાશોની સંગ્રહ ક્ષમતાને કરી આ જાહેરાત

ગાંધીનગર, પાટનગર ગાંધીગરમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કોન્ફરન્સ ઓન કોલ્ડ ચેઇન-ઇન્ડસ્ટ્રીયલ રેફ્રિજરેશન રિફર ટ્રાન્સપોર્ટ REFCOLD-2018નો પ્રારંભ કરાવ્યો હતો. CM રુપાણીએ કેન્દ્રીય કૃષિ કલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કોન્ફરન્સ ઓન કોલ્ડ ચેઇન, ઇન્ડસ્ટ્રીયલ રેફ્રીજરેશન અને રિફર ટ્રાન્સપોર્ટને ખૂલ્લુ મૂકયુ હતું. આ ત્રિદિવસીય રેફકોલ્ડ REFCOLD પ્રદર્શનીમાં ભારતના રાજ્યો ઉપરાંત દુનિયાના વિવિધ દેશોના ૧૦૦થી વધુ […]

Top Stories Gujarat Trending Politics
Vijay rupani 1 e1489548858986 CM રુપાણીએ REFCOLD-2018નો કરાવ્યો પ્રારંભ, ખેડૂતોની ખેતપેદાશોની સંગ્રહ ક્ષમતાને કરી આ જાહેરાત

ગાંધીનગર,

પાટનગર ગાંધીગરમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કોન્ફરન્સ ઓન કોલ્ડ ચેઇન-ઇન્ડસ્ટ્રીયલ રેફ્રિજરેશન રિફર ટ્રાન્સપોર્ટ REFCOLD-2018નો પ્રારંભ કરાવ્યો હતો.

CM રુપાણીએ કેન્દ્રીય કૃષિ કલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કોન્ફરન્સ ઓન કોલ્ડ ચેઇન, ઇન્ડસ્ટ્રીયલ રેફ્રીજરેશન અને રિફર ટ્રાન્સપોર્ટને ખૂલ્લુ મૂકયુ હતું.

આ ત્રિદિવસીય રેફકોલ્ડ REFCOLD પ્રદર્શનીમાં ભારતના રાજ્યો ઉપરાંત દુનિયાના વિવિધ દેશોના ૧૦૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લઇ રહ્યા છે.

 દરમિયાન જણાવતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ મહત્વની જાહેરાત કરી હતી :  

ગુજરાતના ખેડૂતોની ખેતપેદાશો-બાગાયતી પાકોની સંગ્રહ ક્ષમતા વર્ધન માટે ૨૦૨૨ સુધીમાં કોલ્ડ સ્ટોરેજ સંગ્રહ ક્ષમતા ૩૦ લાખ મેટ્રિક ટન કરવામાં આવશે.

મલ્ટી કોમોડીટી કન્ટ્રોલ એટમોસ્ફિયર ટેકનોલોજી સાથેના કોલ્ડ સ્ટોરેજ માટે રૂ. પ૦ કરોડનું પ્રાવધાન બજેટમાં કર્યુ છે.

૨૦૨૨ સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં REFCOLD ઉત્કૃષ્ટ પ્રદાન કરી શકશે.ગુજરાતમાં ૩૭પ થી વધુ પોટેટો કોલ્ડ સ્ટોરેજ-૧૪૦થી વધારે મિકસ કોમોડીટી કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે.

વાયબ્રન્ટ-ર૦૧૯માં જોડાઇ નેટવર્કીંગનો લાભ લેવા ઇંજન

રાજ્યના ૧૬૦૦ કિ.મી. દરિયાકાંઠે કોલ્ડ ચેઇન વૃધ્ધિનો તેમજ સૌર ઊર્જાના વિનિયોગથી કોલ્ડ સ્ટોરેજ-રેફ્રિજરેશન સુવિધાઓના ખર્ચને ઓછો કરવાની વ્યૂહાત્મકતાનો પણ લાભ લેવા ગુજરાતમાં આવવા આહવાન કર્યુ હતું.