Gujarat/ PM મોદી ગુજરાતની મુલાકાતને પગલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક

બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો ગાંધીનગરથી જોડાયા હતા

Gujarat Others
High level meeting chaired by the CM Bhupendra Patel following PM Modi s visit to Gujarat PM મોદી ગુજરાતની મુલાકાતને પગલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક

ગાંધીનગરઃ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અંબાજીધામ, ખેરાલુ અને એકતાનગર ખાતે યોજાનારા લોકાર્પણ-ખાતમુહૂર્તના વિવિધ વિકાસકામો સહિતના કાર્યક્રમોના આયોજનને આખરી ઓપ આપ્યો છે.

આ હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં સંબંધિત જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્ર સાથે વિડિયો કોન્ફરન્સ બેઠક યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ યાત્રાધામ અંબાજીના સમગ્ર પરિસરની સ્વચ્છતા-સફાઈ, જાહેર સભામાં આવનારા લોકો-જનતા જનાર્દન માટે પાણી, છાશ વિતરણ તથા આરોગ્ય વિષયક સેવાઓ સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.

વડાપ્રધાનના કાર્યક્રમના સ્થળોએ આવતા સામાન્ય નાગરિકોને વાહન-વ્યવહાર, યાતાયાતમાં કોઈ અવરોધ ન રહે તેવું ટ્રાફિક નિયમન થાય તે અંગે મુખ્યમંત્રીએ પોલીસ તંત્રને સૂચનો કર્યાં હતાં.

મુખ્ય સચિવ રાજકુમારે મહેસાણા, બનાસકાંઠા અને નર્મદા જિલ્લાના કલેક્ટરોને વડાપ્રધાનની સમગ્ર મુલાકાત દરમિયાન સફાઈ વ્યવસ્થા, કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે જળવાઈ રહે તે જોવા ખાસ તાકીદ કરી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા મહેસાણા કલેક્ટરાયલથી, તેમ જ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી નર્મદાથી અને પોલીસ મહા નિદેશક વિકાસ સહાય ભરૂચથી વિડિયો કોન્ફન્સ દ્વારા જોડાયા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તલસ્પર્શી આયોજનથી માહિતગાર કર્યા હતા.

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો ગાંધીનગરથી જોડાયા હતા.


આ પણ વાંચોઃ Controversy/સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો ફરી બફાટ, સનાતન ધર્મને લઇ કર્યો વાણીવિલાસ

આ પણ વાંચોઃ વતન પ્રેમ/પીએમના આગમનને લઈને તડામાર તૈયારી, જબરજસ્ત સુરક્ષા વ્યવસ્થા

આ પણ વાંચોઃ Heart Attack/રાજકોટમાં 24 કલાકમાં 8 લોકોને હાર્ટએટેક આવતા ચિંતામાં થયો વધારો


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને Facebook, Twitter, WhatsApp, Telegram, Instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.