સમસ્યા/ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશો કહે છે કે, ‘કેમ્પસના સીસીટીવી વાતાવરણનાં કારણે બંધ છે’

જ્યારે અલગ અલગ વિભાગો અને કોલેજોના કેમ્પસમાં લગાવેલા 3000 કરતા વધારે સીસીટીવી કેમેરા છે ત્યારે વિદ્યાર્થીઓ આ કેમેરા શરૂ કરવા માગ કરી રહ્યા છે.

Top Stories Gujarat Vadodara
કેમેરા

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કેટલાય સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાની વાત સામે આવી છે ત્યારે યુનિવર્સિટી કેમ્પસમાં લાગેલા કેમેરા બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને કેમ્પસની સુરક્ષાનુ શું એવા સવાલો ઊભા થયા છે. સીસીટીવી કેમેરા

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અલગ અલગ 14 જેટલા વિભાગો છે. સાથે ત્રણ જેટલી કોલેજની બિલ્ડીંગ આવેલી છે ત્યારે આવા અલગ અલગ વિભાગો અને કોલેજોના કેમ્પસમાં લગાવેલા 3000 કરતા વધારે સીસીટીવી કેમેરા છે.  આ કેમેરાના માધ્યમથી  કેમ્પસમાં થઈ રહેલી ગતિવિધિઓ પર ધ્યાન રાખવામાં આવે છે.  ત્યારે અલગ અલગ ફેકલ્ટીઓમાં જ આ પ્રકારના સીસીટીવીના ઓબ્ઝર્વેશન રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ બંધ હાલતના સીસીટીવીના કારણે રૂમમાં લગાવેલા ટીવીમાં પણ કેટલાક સીસીટીવીના વિન્ડો બ્લેન્ક એટલે કે કાળા દેખાય છે.  જે વાત સ્પષ્ટ કરે છે કે જે તે કેમેરા કાર્યરત નથી. ત્યારે બંધ સીસીટીવી કેમેરાએ યુનિવર્સિટી કેમ્પસની ગતિવિધિઓ બતાવવામાં નિષ્ફળ જતા હોવાને લીધે વિદ્યાર્થીઓ પણ આ કેમેરા જલ્દીથી કાર્યરત થાય તેવી માંગ કરી રહ્યા છે.

કેમેરા

યુનિવર્સીટી વિદ્યાર્થીઓના સાથે માંગણી છે કે, બંધ રહેલા કેમેરા જલ્દીથી શરૂ કરવામાં આવે ત્યારે બીજી તરફ યુનિવર્સિટીના સત્તાધીશોનું માનવું છે કે વેધર ઈફેક્ટના કારણે અને વાતાવરણને લઈને કેટલાક કેમેરા કાર્યરત નથી જેને મેન્ટેનન્સના કામ સાથે સાંકળી અને જલ્દીથી શરૂ કરવામાં આવશે.

કેમેરા

યુનિવર્સિટીની સાયન્સ કોમર્સ આર્ટસ પોલિટેકનિક ટેકો એડલ્ટ એજ્યુકેશન આર્કિટેક્ચર જેવી અલગ અલગ કેમ્પસમાં સીસીટીવી કેમેરાના માધ્યમથી જ કેમ્પસની ગતિવિધિઓ પર નજર રાખવી આવશ્યક છે અને સીસીટીવી કેમેરા જો કાર્યરત ન હોય તો ચોક્કસથી તે સુરક્ષાની ચિંતાનો વિષય છે આટલા મોટા કેમ્પસમાં આવેલા 3000 કરતા વધારે કેમેરામાંના મહત્તમ કેમેરા બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓની માંગ છે કેમેરા જલ્દીથી શરૂ થાય.  ત્યારે યુનિવર્સિટીની થઈ રહેલી ગતિવિધિઓની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને પણ આ કેમેરા કાર્યરત થાય એ આવશ્યક છે.

આ પણ વાંચો : બારડોલીમાં તસ્કરો થયા અપડેટ : ઘર અને દુકાન સાથે તોડી રહ્યા છે કારનાં કાચ