પ્રહાર/ કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો છે ત્યારે હાલ બીજા તબક્કાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓવ તડામાર તૈયારીઓમાં કામે લાગી ગઇ છે

Top Stories Gujarat
Shaktisinh Gohille

Shaktisinh Gohille  : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો છે ત્યારે હાલ બીજા તબક્કાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓવ તડામાર તૈયારીઓમાં કામે લાગી ગઇ છે, ભાજપ સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે, ગઇકાલે સાંજે પ્રચાર પડધમ શાંત થઇ જશે એ પહેલા પ્રચાર  અને મતદારોને આકર્ષવા માટે રણનીતિ બનાવી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ માતર ખાતે કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલના પ્રચાર પ્રસારમાં જોડાયા હતા. દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ ઉપરાંત કોંગ્રેસની કામગીરી અંગે પણ વાત કરી હતી.

ભાજપને ગુજરાતની જનતાએ મતો આપ્યા, શાસન કર્યું, દેશમાં અને ગુજરાતમાં પરંતુ સત્તા મળ્યા પછી ભાજપ અહંકારમાં આવી ગયું છે. લોકો પર ટેક્સ નાખો, ગમે તેટલી મોંઘવારી થાય. માલ લોકો પાસેથી લેવાય છે અને માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવાય છે. કોંગ્રેસની સરકારમાં ગેસનો બાટલો 400થી વધારે ન હતો, હવે 100થી 1150 સુધી ભાવ સુધી જતા રહે, મોંઘવારી માજા મુકે છે તેની તકલીફ તમને છે કે નહીં? તકલીફ દુર કરવી હોય તો કોંગ્રેસની સરકારને સત્તા પર લાવો .

નોંધનીય છે કે   કોંગ્રેસ 500થી વધારે ગેસનો બોટલ ન લેવો પડે તેવું કરશે. ગૌચર ગાયો પાસેથી લઈ આખલા જેવા ઉદ્યોગપતિઓને આપી દેવાય છે. કોંગ્રેસે દેશની સૌથી મોટી નર્મદા યોજનાને સરદાર સરોવર યોજના નામ આપ્યું હતું અને આપણે સાંભળતા હતા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પર મેચ થતી સાંભળતા હતા. અંધ ભક્તોએ નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. હું ક્ષત્રિય છું, મારા કુળદેવીની પુજા કરું છું આરાધના કરું છું તે મોક્ષ લેવા કરું છું. મત લેવા માટે હું ક્યારેય મારી કુળદેવીને કે મારા ઈષ્ટ દેવને હું શેરીઓમાં ના રઝળાવું, રાજકારણમાં એવું ના હોય. રાજકારણ માટે ધર્મનો ઉપયોગ ના થાય. ભાજપવાળા ગામના રામના મંદિરે આવતા નથી અને ચૂંટણી આવે ત્યારે જય શ્રીરામ કરીને મત માગે છે. ભાગલા પાડો અને રાજ કરો તેવી નીતિ સામે આપણે અંગ્રેજો સામે લડ્યા અને દેશ આઝાદ થયો. વર્લ્ડ કપમાં હિન્દુ કપિલ દેવ સાથે સૈયદ કિરમાણી પણ ટીમમાં હતો અને વર્લ્ડ કપ જીતીને આવ્યા

Madhya Pradesh/આદિવાસીઓને મદદ કરવાનો પ્રયાસ, આ ફોર્મ્યુલા દ્વારા MPમાં પાછા ફરવાની કોંગ્રેસની