Not Set/ ડાકોરના સંતોએ ઘરે ઘરે જઇને વેક્સિન લેવાની સમજ આપી

વેક્સિન ની જાગૃતિ માટે સંતો ઘરે ઘરે જઇને સમજ પુરી પાડે છે.

Gujarat
saint dakor ડાકોરના સંતોએ ઘરે ઘરે જઇને વેક્સિન લેવાની સમજ આપી

વેક્સિનની જાગૃતિ માટે હવે ડાકોરના સંતો આગણ આવ્યા છે. કોરોનાની રસી મામલે લોકોમાં ગેરસમજ ઉભી થઇ છે અને ખોટી અફવાઓ ફેલાઇ રહી છે તેને ધ્યાનમાં લઇને ડાકોરના સંતોએ અતિ પ્રસંનીય કામગીરી કરી છે. તેઓ દરેકના ઘરે ઘરેજઇને રસી લેવાની સમજ આપે છે.

ગેરસમજો અંગે લોકોને જાગૃત કરવા યાત્રાધામ ડાકોરમાં દંડીસ્વામી આશ્રમના મહંત અને સંતો તેમજ રણછોડરાયજી મંદિરના સેવક તથા સ્થાનિક આગેવાનો દ્વારા શહેરના વિવિધ પછાત અને શ્રમિક વિસ્તારો કે જ્યાં શ્રમિક વર્ગ રહે છે. તેવા વિસ્તારોમાં લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ આવે અને અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓથી મુક્ત બને તે માટે પ્રયાસ હાથ ધર્યો છે.સંતો સહિત આગેવાનો સાથે લોકોને ઘરે-ઘરે જઈ તેમને ગુલાબ અર્પણ કરી રસી મુકાવે તે માટે સમજાવવામાં આવ્યા હતા. જેમાં ખોટી ગેરસમજ દૂર કરી કોરોના સામે રક્ષણ માટે રસી સિવાય કોઈ વિકલ્પ નથી તેમ સમજાવ્યા હતા. લોકો અન્યને પણ રસી લેવા પ્રેરિત કરે તે માટે રસીનું મહત્વ તેમજ માસ્ક પહેરવા પણ લોકોને જાગૃત કરાયા હતા.

સમાજમાં ખાસ કરીને નિમ્ન વર્ગોમાં રસીકરણને લઈને અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. જેને લઇ લોકો રસી મુકવાથી દૂર રહે છે. ત્યારે સંતોનો જાગૃતિ માટેનો આ પ્રયાસ આવકાર્ય બન્યો છે.