Not Set/ ગુજરાત સરકાર શિક્ષકોની બદલીનાં નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં

ગુજરાત સરકાર દ્રારા શિક્ષકોને લઇને મોટા નિર્ણય કરવામાં આવે તેવા અણસાર જોવાઇ રહેયા છે.ગુજરાત સરકારનાં શિક્ષણ મંત્રાલય દ્રારા આ સંદર્ભે 4 જૂનનાં રોજ એક બેઠક બોલાવામાં આવી છે. બેઠકમાં ગુજરાતનાં પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધીત્વ કરતા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ અને મહામંત્રી બનેં હાજર રહેશે. સરકારને ઘણાં લાંબા સમયથી શિક્ષકોની બદલીમાં વ્યાપક રીતે ભ્રષ્ટાચાર થઇ રહ્યાની ફરિયાદો […]

Top Stories Gujarat Others
Vijay Rupani 3 ગુજરાત સરકાર શિક્ષકોની બદલીનાં નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં

ગુજરાત સરકાર દ્રારા શિક્ષકોને લઇને મોટા નિર્ણય કરવામાં આવે તેવા અણસાર જોવાઇ રહેયા છે.ગુજરાત સરકારનાં શિક્ષણ મંત્રાલય દ્રારા આ સંદર્ભે 4 જૂનનાં રોજ એક બેઠક બોલાવામાં આવી છે. બેઠકમાં ગુજરાતનાં પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધીત્વ કરતા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ અને મહામંત્રી બનેં હાજર રહેશે.

188303 rupani gujarati ગુજરાત સરકાર શિક્ષકોની બદલીનાં નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં

સરકારને ઘણાં લાંબા સમયથી શિક્ષકોની બદલીમાં વ્યાપક રીતે ભ્રષ્ટાચાર થઇ રહ્યાની ફરિયાદો મળી રહી છે. ત્યારે સરકાર દ્રારા ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષણ નિયામકની અધ્યક્ષતામાં આગામી 4 જૂનના દિવસે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષકોની બદલીમાં ચાલતી ગેરરીતિ અટકાવવા અને આ મામલે યોગ્ય પગલા લેવા બેઠકમાં મહત્વનાં નિર્ણયો લેવામાં આવશે. સરકાર દ્રારા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ અને મહામંત્રીને પણ બેઠકમાં ભાગ લેવા માટે કહેણ મોકલી દેવામાં આવ્યું છે. ત્યારે આવનાર સમયમાં ભ્રષ્ટાચાર મુક્ત બદલી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી આશા રખાય રહી છે.