Not Set/ ICC World Cup : ઈંગ્લેન્ડની ટીમ તરફથી રોય અને રુટે સંભાળી ઈનિંગ્સ, બેયરસ્ટો ખાતુ પણ ખોલી ન શક્યો

ક્રિકેટ વિશ્વ કપની પહેલી મેચ લંડનનાં કેનિંગ્ટન ઓવલનાં મેદાન પર જ્યા ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઇ રહી છે. દક્ષિણ આફ્રિકાનાં કેપ્ટન ફેફ ડુપ્લેસીએ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડ તાજેતરમાં ICC વનડે રેકિંગમાં દુનિયાની નંબર 1 ટીમ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા નંબર 3 પર પોતાનું સ્થાન બનાવી શકી છે. […]

Sports
england vs south africa ICC World Cup : ઈંગ્લેન્ડની ટીમ તરફથી રોય અને રુટે સંભાળી ઈનિંગ્સ, બેયરસ્ટો ખાતુ પણ ખોલી ન શક્યો

ક્રિકેટ વિશ્વ કપની પહેલી મેચ લંડનનાં કેનિંગ્ટન ઓવલનાં મેદાન પર જ્યા ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઇ રહી છે. દક્ષિણ આફ્રિકાનાં કેપ્ટન ફેફ ડુપ્લેસીએ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડ તાજેતરમાં ICC વનડે રેકિંગમાં દુનિયાની નંબર 1 ટીમ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા નંબર 3 પર પોતાનું સ્થાન બનાવી શકી છે.

પહેલા બેટીંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત નિરાશાજનક રહી છે. પહેલી જ ઓવરનાં બીજા બોલમાં દક્ષિણ આફ્રિકાનાં અનુભવી સ્વીંગ બોલર ઇમરાન તાહિરે ઘાતક બેટ્સમેન બેયરસ્ટોને 0 રન પર આઉટ કરી દીધો છે. આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડની ટીમ વિશ્વ કપનાં 44 વર્ષોનાં ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોઇ વિશ્વ કપ જીત્યો નથી. પોતાની ધરતી પર રમી રહેલી ઈંગ્લેન્ડની ટીમને આ વખતે વિશ્વ કપનો પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. પોતાના ઘરમાં તે કેવી રીતે પોતાનુ પ્રદર્શન નોંધાવે છે તે જોવાનું રહેશે. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પણ અત્યાર સુધીમાં ક્યારે પણ વિશ્વ કપ જીતી શકી નથી.

ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા ટીમ