Not Set/ પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર યશપાલ શર્માનું હાર્ટ એટેકથી નિધન

ભારતીય ક્રિકેટ જગત આજે શોકમગ્ન બની ગયુ છે. જણાવી દઇએ કે, 1983 નાં વર્લ્ડ કપનાં હીરો રહી ચૂકેલા પૂર્વ ક્રિકેટર યશપાલ શર્મા હવે આ દુનિયામાં નથી રહ્યા.

Top Stories Sports
11 270 પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર યશપાલ શર્માનું હાર્ટ એટેકથી નિધન

ભારતીય ક્રિકેટ જગત આજે શોકમગ્ન બની ગયુ છે. જણાવી દઇએ કે, 1983 નાં વર્લ્ડ કપનાં હીરો રહી ચૂકેલા પૂર્વ ક્રિકેટર યશપાલ શર્મા હવે આ દુનિયામાં નથી રહ્યા. પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન થઇ ગયું છે.

11 271 પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર યશપાલ શર્માનું હાર્ટ એટેકથી નિધન

વંશીય ટીપ્પણી / ગોલ ના કરનાર ખેલાડી પર વંશીય ટીપ્પણી કરનાર સામે વડાપ્રધાન બોરિસ જહોન્સને આકરી ટીકા કરી

પૂર્વ ક્રિકેટર યશપાલ શર્મા હાર્ટ એટેકને કારણે આ દુનિયાથી અલવિદા કહી દીધુ છે. યશપાલ શર્માએ 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો હતો. યશપાલ શર્મા 1983 ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા. યશપાલ શર્માની ક્રિકેટર કારકિર્દી ઘણી સારી રહી હતી. યશપાલ શર્માનાં અવસાનથી રમત-ગમતની દુનિયામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ભારતનાં પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું આજે (મંગળવારે) હાર્ટ એટેકનાં કારણે નિધન થયું છે. યશપાલ શર્મા ભારતનાં 1983 નાં વર્લ્ડ કપ વિજેતા ટીમનાં સભ્ય હતા. તેમની ક્રિકેટ કારકિર્દી 70 અને 80 નાં દાયકાની છે. 66 વર્ષીય પંજાબનાં પૂર્વ ક્રિકેટરને હોશિયાર ખેલાડી કહેવાતા હતા. આજે સવારે તેમનું નિધન થયું હતું.

Euro Cup-2020 / પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ ફટકારી ઇટલી બન્યુ બાદશાહ, ઈંગ્લેન્ડને હરાવ્યું

તાજેતરમાં, યશપાલ શર્માએ બોલિવૂડનાં દિવંગત અભિનેતા દિલીપકુમારને યાદ કર્યા અને કહ્યું હતુ કે, તેઓ તેમના કારણે રાષ્ટ્રીય કક્ષા સુધી રમી શક્યા હતા. તેમણે દિલીપકુમારને તેમના પિતા સમાન ગણાવ્યા હતા જેમણે તેમનું જીવન ખરેખર બદલી નાખ્યું.

11 272 પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર યશપાલ શર્માનું હાર્ટ એટેકથી નિધન

સપનુ થયુ પૂર્ણ / આર્જેન્ટિનાએ આખરે જીત્યુ સૌથી મોટુ ટાઇટલ, મેસ્સીનું સપનુ થયુ પૂર્ણ

યથપાલ શર્માએ વન ડે અને ટેસ્ટ બંને ફોર્મેટમાં ભારત તરફથી ડેબ્યૂ કર્યું હતું. શર્મા ટીમ ઈન્ડિયા માટે નિયમિત મિડલ-ઓર્ડર બેટ્સમેન બન્યા હતા અને કપિલ દેવની 1983 ની વર્લ્ડ કપ વિજેતા ટીમનાં એક નાયક તરીકે ઉભરી આવ્યા હતા. શર્માએ 37 ટેસ્ટ અને 42 વન ડે મેચ રમી, જેમાં તેમણે અનુક્રમેઃ 1606 અને 883 રન બનાવ્યા અને તેમની એવરેજ 33.5 અને 28.8 રહી હતી. વનડે ક્રિકેટમાં તેની શરૂઆત પાકિસ્તાન વિરુદ્ધ થઇ હતી.