Not Set/ સમજૌતા બાદ પાકિસ્તાને થાર એક્સપ્રેસ પણ સ્થગિત કરી દીધી

ઇસ્લામાબાદ, ભારતે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 નાબુદ થયા કર્યા બાદ બોખલાઇ ગયેલાં પાકિસ્તાને ભારત સાથેના તમામ રસ્તા બંધ કર્યા છે.ભારત સાથે દોડી રહેલી સમજૌતા એક્સપ્રેસ અટકાવ્યા  બાદ હવે પાકિસ્તાના થાર એક્સપ્રેસ પણ સ્થગિત કરી દીધી છે. પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ રશીદ અહેમદે શુક્રવારે જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી […]

Top Stories
aade 16 સમજૌતા બાદ પાકિસ્તાને થાર એક્સપ્રેસ પણ સ્થગિત કરી દીધી

ઇસ્લામાબાદ,

ભારતે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 નાબુદ થયા કર્યા બાદ બોખલાઇ ગયેલાં પાકિસ્તાને ભારત સાથેના તમામ રસ્તા બંધ કર્યા છે.ભારત સાથે દોડી રહેલી સમજૌતા એક્સપ્રેસ અટકાવ્યા  બાદ હવે પાકિસ્તાના થાર એક્સપ્રેસ પણ સ્થગિત કરી દીધી છે.

પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ રશીદ અહેમદે શુક્રવારે જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી થાર એક્સપ્રેસ સેવા બંધ કરવામાં આવશે. આ અગાઉ પાકિસ્તાને તેની સરહદની અંતર્ગત બંને દેશો વચ્ચેના કરારને અવરોધિત કર્યા હતા.
થાર એક્સપ્રેસ પાકિસ્તાનના ખોખરાપારથી લઇને ભારતના બાડમેરના મોનાબાઓ વચ્ચે દોડે છે.

થાર એક્સપ્રેસ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી સૌથી જુની ટ્રેન પૈકી એક છે. મુનાબાઓ અને ખોખરાપાર ક્રમશ ભારત અને પાકિસ્તાનના અંતિમ સ્ટેશન છે. આ રેલ સેવા 1965નાં ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ પાટા ક્ષતીગ્રસ્ત થવાનાં કારણે અટકાવી દેવાઇ હતી, જેને 41 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી, 2006નાં રોજ ફરીથી ચાલુ કરી દેવામાં આવી હતી.

આના પર ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાને લીધેલા નિર્ણયો પર પુનર્વિચારણા કરવા અને અન્ય દેશોની આંતરિક બાબતોમાં દખલ કરવાની કાર્યવાહીથી દૂર રહેવા જણાવ્યું છે.

ગુરુવારે એવા અહેવાલો આવ્યા હતા કે પાકિસ્તાને હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ‘પાકિસ્તાની હવાઈ મથક બંધ નથી, ફક્ત કેટલાક રૂટ બદલાયા છે. એરસ્પેસ સંપૂર્ણ રીતે કાર્યરત છે.

રવિશ કુમારે કહ્યું, “પાકિસ્તાન દ્વારા એકપક્ષીય નિર્ણય લેવાની પ્રક્રિયા અટકતી નથી.પાકિસ્તાન અમારો સંપર્ક કર્યા વિના આ બધા નિર્ણયો લઈ રહ્યું છે. અમે તેમને આ નિર્ણયો પર પુનર્વિચારણા કરવા વિનંતી કરી છે. અમારું માનવું છે કે પાકિસ્તાન દ્વારા જે પણ કરવામાં આવી રહ્યું છે તે દ્વિપક્ષીય સંબંધો માટેની ચેતવણી છે.

તેમણે ઉમેર્યું, “હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાન વાસ્તવિકતાને સ્વીકારે અને અન્ય દેશોની આંતરિક બાબતોમાં દખલ કરવાનું બંધ કરે.”

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાની કલમ  370 ની જોગવાઈઓને દૂર કરવા અને રાજ્ય પુનર્ગઠન બિલ પસાર થવાના મામલે પાકિસ્તાનની નારાજગી આવા નિર્ણયોથી સ્પષ્ટપણે સામે આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.