Not Set/ ભરૂચમાં વધુ એક આખલાનો આતંક: મહિલા બાદ આખલાએ વિદ્યાર્થી પર કર્યો હુમલો, વિદ્યાર્થીનું મોત

ભરુચ, દિવસે દિવસે રોડ-રસ્તા પર રખડતા ઢોરની સંખ્યા વધતી જાય છે. ત્યારે વધુ એક આખલાએ આતંક મચાવ્યો છે. ત્યારે ગઇ કાલે આખલાએ મહિલાને ફંગોળ્યા બાદ આજે બાળકને નિશાન બનાવ્યો હતો. ભરૂચના સેવાશ્રમ રોડ પર રખડતા આખલાએ મહિલાને માથું મારી ફંગોળતા આ મહિલા હવામાં ચારથી પાંચ ફુટ જેટલી ઉછળી ગઇ હતી . ત્યારે આ ઘટનાઓને નગરપાલિકાએ આ મામલાને ગંભીરતાથી […]

Top Stories
bull.brc ભરૂચમાં વધુ એક આખલાનો આતંક: મહિલા બાદ આખલાએ વિદ્યાર્થી પર કર્યો હુમલો, વિદ્યાર્થીનું મોત

ભરુચ,

દિવસે દિવસે રોડ-રસ્તા પર રખડતા ઢોરની સંખ્યા વધતી જાય છે. ત્યારે વધુ એક આખલાએ આતંક મચાવ્યો છે. ત્યારે ગઇ કાલે આખલાએ મહિલાને ફંગોળ્યા બાદ આજે બાળકને નિશાન બનાવ્યો હતો. ભરૂચના સેવાશ્રમ રોડ પર રખડતા આખલાએ મહિલાને માથું મારી ફંગોળતા આ મહિલા હવામાં ચારથી પાંચ ફુટ જેટલી ઉછળી ગઇ હતી .

ત્યારે આ ઘટનાઓને નગરપાલિકાએ આ મામલાને ગંભીરતાથી ન લેતા આજે આ બીજી ઘટના થવા પામી છે. ત્યારે આ આખલાએ વિદ્યાર્થી પર હુમલો કરતા વિદ્યાર્થીને ભારે ઇજા થઇ હતી. જેને પગલે તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યારબાદ દુરભાગ્યે સારવાર  દરમ્યાન જ મોત આ માસુમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે પણ આખલાએ એક મહિલાને ફંગોળી હતી.. તેને પણ ગંભીર ઇજા થઇ હતી .આ મામલે નગરપાલિકા દ્રારા ગંભીરતાથી નિર્ણય ન લેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. અવારનવાર લોકોના મોત અને ભારે ઇજાનું કારણ આખલો બની રહ્યો છે.

ત્યારે તાત્કલિક નગરપાલિકા આ મામલે યોગ્ય પગલા લે તેવી સ્થાનિકોએ માંગણી કરી હતી. ત્યારે આ ઘટના બીજી વાર બનતા મોડી રાત સુધી પાલિકાના સ્ટાફે ભારે જહેમત બાદ 2 આખલાને ઝપડી પાડ્યા હતા. ત્યારે ફરીવાર સવારના સમયે પાલિકાના કર્મચારીઓએ વધુ એક આખલાને ઝડપી પાડ્યો હતો. જેને લીધે કુલ 3 આખલાને પાંજરાપોળ લઇ જવામાં આવ્યા હતા.