Diwali 2023/ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પહોંચી ગયા ઝુંપડપટ્ટીમાં…..,અને જાણો પછી શું થયું

આજે રાજકોટ શહેર પોલીસએ દિવાળીની અનોખી ઉજવણી કરી હતી.

Gujarat Rajkot
YouTube Thumbnail 2023 11 12T172236.504 રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પહોંચી ગયા ઝુંપડપટ્ટીમાં…..,અને જાણો પછી શું થયું
  • જરૂરિયાતમંદ બાળકોને કપડાં વગેરે વસ્તુનું કર્યું વિતરણ
  • પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની આગેવાનીમાં વિતીરણ
  • કમિશનરએ શહેરીજનોને દિવાળીની પાઠવી શુભેચ્છા
  • ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઈને કપડાં અને મીઠાઈ વિતરણ

Rajkot News: આજે રાજકોટ શહેર પોલીસએ દિવાળીની અનોખી ઉજવણી કરી હતી. જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની આગેવાનીમાં ગરીબ-જરૂરિયાતમંદ બાળકોને કપડાં અને રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરએ શહેરીજનોને દિવાળી અને નૂતનવર્ષની શુભેચ્છા આપી જણાવ્યું હતું કે, પોલીસ હેડક્વાર્ટરમાં આજે નાના બાળકોથી લઈ મોટાઓને કપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજે અહીં ગરીબ બાળકોને કપડા-રમકડાં તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સિવાય શહેર પોલીસની ટીમો દ્વારા ખાસ ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઈને પણ જરૂરિયાતમંદોને કપડાં-રમકડાં તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવનાર છે.

આજે દિવાળીના તહેવારની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે દિવાળીના દિવસે નવા કપડાં પહેરવાની પરંપરા હોય છે. પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો પાસે નવા કપડાંનો અભાવ રહેતો હોય છે, ત્યારે આજે રાજકોટ શહેર પોલીસે આ વાતને ધ્યાનમાં રાખીને દિવાળીની અનોખી ઉજવણી કરી હતી. જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની આગેવાનીમાં ગરીબ-જરૂરિયાતમંદ બાળકોને કપડાં અને રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે શહેરીજનોને દિવાળી અને નૂતનવર્ષની શુભેચ્છા આપી જણાવ્યું હતું કે, પોલીસ હેડક્વાર્ટરમાં આજે નાના બાળકોથી લઈ મોટાઓને કપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજે અહીં ગરીબ બાળકોને કપડા-રમકડાં તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સિવાય શહેર પોલીસની ટીમો દ્વારા ખાસ ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઈને પણ જરૂરિયાતમંદોને કપડાં-રમકડાં તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવનાર છે.


whatsapp ad White Font big size 2 4 રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પહોંચી ગયા ઝુંપડપટ્ટીમાં…..,અને જાણો પછી શું થયું


આ પણ વાંચો:બગસરામાં વિધર્મી નરાધમ યુવકે 13 વર્ષની બાળકી પર આચર્યું દુર્ષકર્મ

આ પણ વાંચો:એકએ પકડ્યા ખતરનાક આતંકવાદીને, તો બીજાએ ડ્રગ્સ પર સકંજો કસ્યો… જાણો બે સબ ઈન્સ્પેક્ટરની કહાની

આ પણ વાંચો:“ઉડતા પાટણ” બનાવવાનો પ્રયાસ, લકઝરીમાંથી પોલીસે 8.03 લાખનું હેરોઈન ઝડપ્યું

આ પણ વાંચો:સુરત રેલવે સ્ટેશન પર ભીડના કારણે ઘણા મુસાફરોના શ્વાસ રૂંધાયા, એકનું મોત