પિતા-પુત્રીના સંબંધને લાંછન/ નરાધમ પિતા સહીત સગીરાને 8 વ્યકિતએ બનાવી હવસનો શિકાર, આ રીતે ફૂટ્યો ભાંડો

દીકરી જ્યારે પણ રજાઓમાં ઘરે જાય ત્યારે તેનો નરાધમ પિતા તેની પર દુષ્કર્મ આચરતો હોવાનો ઘટસ્ફોટ દીકરી કરતા ચકચાર મચી છે. 

Gujarat Others
Mantavyanews 17 3 નરાધમ પિતા સહીત સગીરાને 8 વ્યકિતએ બનાવી હવસનો શિકાર, આ રીતે ફૂટ્યો ભાંડો

પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. નડિયાદ નજીક આવેલ એક ગામમાં રહેતાં પરિવારની 13 વર્ષની દીકરી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. દીકરી જ્યારે પણ રજાઓમાં ઘરે જાય ત્યારે તેનો નરાધમ પિતા તેની પર દુષ્કર્મ આચરતો હોવાનો ઘટસ્ફોટ દીકરી કરતા ચકચાર મચી છે. જોકે હાલ આ સમગ્ર ઘટનામા ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમના આધિકારીની સામે આ ઘટના આવતા નડિયાદ રૂરલ પોલીસે ફરીયાદ નોંધી પિતાની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે. જોકે અહીં કિશોરી સાથે બનેલી દર્દનાક ઘટનાને લઈને ઠેરઠેર ફિટકાર વરસી રહ્યો છે. હવે જોવું રહ્યું કે કિશોરીને ક્યારે ન્યાય મળે છે અને તેના પર દુષ્કર્મ આચરવાના આરોપો મામલે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે.

મળતી માહિતી અનુસાર,    નડિયાદ નજીકના એક ગામમાં રહેતી દીકરી માતાના મૃત્યુ બાદ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. તે જ્યારે પણ રજાઓમાં ઘરે જાય ત્યારે તેનો મૂક બધિર અને વિકલાંગ પિતા તેની ઉપર દુષ્કર્મ આચરતો હતો. દીકરી પિતાના આ અત્યાચારથી કંટાળી ગઈ હતી. દીકરીનું ઘર હતું તેની આસપાસ રહેતા સાત જેટલા સગીરોએ પણ દીકરીનું શારીરિક શોષણ કર્યું હોવાનો ઘટસ્ફોટ દીકરીએ બાળ સુરક્ષા વિભાગ સામે કર્યો છે. આ મામલે હાલમાં બાળ સુરક્ષા વિભાગના કિર્તીબેન જોશી દ્વારા નરાધમ પિતા સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે, માત્ર 13 વર્ષની સગીર વયની દીકરી પર પોતાના પિતાએ જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના કિસ્સાને લઈને ચકચાર તો મચી જ છે. પરંતુ દીકરી દ્વારા આ જે સાત લોકોના નામ લેવામાં આવ્યા છે, તે સાત લોકો પણ સગીર વયના છે. જેને લઈને આ ઘટનાએ ચકચાર મચાવી છે. ત્યારે જે સોશિયલ મીડિયામાં વધી રહેલું દૂષણ આ ઘટનાઓ માટે જવાબદાર હોય તેવી ચર્ચા એ પણ આ ઘટના સામે આવતા જોર પકડ્યું છે.

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી