ચાલી સાલે મોડે મોડે સારું થયેલી વરસાદી સીઝન હજુ પણ વિદાય થવાનું નામ નથી લઇ રહી. નવરાત્રી, દિવાળી બધું જ વરસાદી ઝાપટા સાથે વિતાવ્યા બાદ હજુ પણ એક પછી એક વાવાઝોડાની અસરોને કારણે ગુજરાત માં વરસાદી માહોલ ચાલુ છે. જેના કારણે ખેડૂત ને રાત પાણીએ રડવાનો વારો આવ્યો છે, તો બીજી બાજુ મચ્છરજન્ય રોગોએ માઝા મૂકી છે. અને છેવટે લોકો બીમારી અને લીલા દુકાળથી પીડાઈ રહ્યા છે.
કેશોદ
કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અજાબ મગરવાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ વરસાદ વરસવાને કારણે ફરી એક વાર મગફળી, કપાસ સહિતના પાકોને નુકસાન થતાં ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે.
ધોરાજી
ધોરાજી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ધોરાજી જિલ્લાના છત્રાસા ગામે કરા સાથે પડયો વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના પગલે ખેડૂતોના પાકમાં પાણી ફરી વળતા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી અપાઈ છે.
જુનાગઢ
જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ વરસાદને કારણે ઘઉં, ચણા અને બાજરી, મગફળી, કઠોળ અને સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું હતું. જેથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
કચ્છ
કચ્છના ભૂજના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. વાતાવરણમાં પલ્ટો આવતાં ભૂજના માધાપરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો ખાવડા, માતા ના મઢ, દયાપર ખાતે કરા પડ્યા હતા. વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
દ્વારકા
હવામાન વિભાગની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ હતુ. સતત વરસાદ વરસવાથી ધરતીપુત્રોની મુશ્કેલીમાં વધારો થયો હતો. વરસાદના પગલે મુખ્ય બજારોમાં તેમજ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
પાટણ
કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકશાન થયું છે. જ્યાં એરંડા જુવાર કપાસ જીરા ના પાકને મોટાપાયે નુકશાનની ચર્ચાઓ ચાલી રહી છે. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ડાલડી ડાભી ઉનરોટ સીધાડા કોરડા જામવાડ જેવા 50 થી ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે. ખેતરોમાં પાણી ભરાતા ઘાસચારો અને ખેતરમા વાવેતર કરેલા પાકને ભારે નુક્શાન થયું છે. તો બીજી તરફ પાક વીમા કંપની તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતોને સાહય રૂપ બને તે માટે ખેડૂતો માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
