Anand News: આણંદના એસપી યુનિવર્સિટીનો લાફાકાંડ મામલો વેગ પકડી રહ્યો છે. લાફાકાંડ મામલે મનીષ સોલંકીનો કાનૂની લડતનો નિર્ણય છે. લાફો ઝીંકનાર પારુલ પોપટ સામે ગુનો નોંધવાની માંગ કરી છે. પોલીસે માત્ર એનસી નોંધતા પ્રોફેસરે અસંતોષ વ્યક્ત કર્યો છે. મનીષ સોલંકીએ પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે. ગંભીર કલમોનો સમાવેશ ન થતાં હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી છે.
લાફો મારવાની ઘટનાને લઈને કાયદેસર કાર્યવાહીની માંગ છે. એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઇઆરની રજૂઆત છતાં કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ થયો છે. લાફાકાંડમાં પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે. સમગ્ર મામલે હવે હાઈકોર્ટના નિર્ણય પર સૌની નજર છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાનગરની પ્રતિષ્ઠિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકે જ શિક્ષણ વિભાગની મર્યાદા નેવે મૂકી દીધી હતી. યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં બનેલી આ ઘટનાના પગલે સમગ્ર કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે.
તેમા અંગ્રેજી વિભાગના વિભાગીય મહિલા વડાએ તેમના સાથી પ્રાધ્યાપકને વિદ્યાર્થીઓની હાજરીમાં ઝાપટ મારી દીધી હતી. અંગ્રેજી વિભાગના વડા જ્યારે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા ત્યારે વિભાગના મહિલા વડા અચાનક જ ક્લાસમાં પ્રવેશ્યા હતા.
તેના પછી પરીક્ષામાં બાકી રહી ગયેલા પેપર ચેકિંગના મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉગ્ર દલીલો થઈ હતી. આ અંગે આક્ષેપ છે કે સાથી પ્રાધ્યાપકે નમ્રતાથી રજૂઆત કરી હોવા છતાં પણ મહિલા વડા ઉગ્ર થઈ ગયા હતા અને પ્રાધ્યાપકને લાફો મારી દેતા પ્રોફેસરની સાથે-સાથે આખો વર્ગ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. આ લાફાકાંડના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ચર્ચા જાગી છે. એચઓડી તેમના પર થયેલા આક્ષેપોને લઈને મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આમ છતાં તેમણે કુલસચિવને તેવી રજૂઆત કરી છે કે પ્રોફેસરે તેમની સાથે ગેરવર્તન કર્યુ હતું. પ્રોફેસરો વચ્ચે આ પ્રકારના બનાવના લીધે વિદ્યાર્થીઓમાં પણ આઘાતની લાગણી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો: કલોલ લાફાકાંડ : કલોલ નગરપાલિકાના ભાજપના 33માંથી 12 કોર્પોરેટરનાં રાજીનામાં; વધુ 8 રાજીનામાં આવવાની શક્યતા
