Ahmedabad News : આકારણીના કામ માટે રૂ.4,000 ની લાંચ લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નો નિવૃત કર્મચારી ગોવિંદ પરમાભાઇ ડાભી ACBની જાળમાં ફસાયો હતો.
આ કેસની વિગત મુજબ , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરાટનગર વોર્ડના પ્રોપટી ટેક્ષને લગતી આકારણીની કામગીરી કરનાર AMC ના કર્મચારીઓ દ્રારા વિરાટનગર વિસ્તારના કોમર્શીયલ તેમજ રહેણાંક મકાનને લગતી આકારણીના કામોમાં વિરાટનગર વિસ્તારના રહીશો તેમજ વેપારીઓને જુદા-જુદા બહાના બતાવી તેમની પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.1,000થા રૂ.10,000 સુધીની લાંચની માંગણી કરતા હોવાની એ.સી.બીને રજુઆત મળી હતી.
જે રજુઆતને આધારે ACBની ટીમે મકાન નં.A/52અંબિકાનગર સોસાયટી, વિરાટનગર, અમદાવાદ ખાતે લાંચના છટકાનુ આયોજન કર્યું હતું. જે લાંચના છટકા દરમ્યાન આરોપીએ આ કામના ડીકોયર સાથે હેતુલક્ષી વાંતચીત કરી રૂ.4,000ની લાંચ ની માગણી કરી સ્વીકારી લાંચના છટકા દરમ્યાન પકડાઇ ગયો હતો.
આ પણ વાંચો: Surat News/શિવ શક્તિ ટેકસ્ટાઇલ માર્કેટને સીલ કરવામાં આવશે, સ્ટેબિલિટી રિપોર્ટ બાદ નિર્ણય લેવાશે
આ પણ વાંચો: Surat News/સુરતમાં ટેકસ્ટાઇલ માર્કેટમાં 2.19 કરોડની છેતરપિંડી કરનારો ઝડપાયો
આ પણ વાંચો: Surat News/સુરતમાં કાપડના વેપારી સાથે 72 લાખની છેતરપિંડી
