પાટણ જિલ્લામાં એક એસયુવી કાર રસ્તાની બાજુમાં આવેલા એક ખેતરમાં ટકરાઈ હતી. જ્યાં ખેતરમાં કામ કરતા ત્રણ મજુરોના મોત નીપજ્ય હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના શનિવારે સવારે આઠ વાગ્યે નેશનલ હાઇવે પરના કલ્યાણપુરા ગામમાં બની હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે તે રસ્તા પરથી કૂદી ખેતરમાં ઘુસી ગઈ હતી. અને ત્યાં કામ કરતા ત્રણેય ખેડુતોને કચડી નાખ્યા હતા. ત્રણેય ખેડૂતોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
રાધનપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એસયુવી કારના ચાલકે વાહન પરનો નિયંત્રણ ગુમાવી દીધો હતો, જેના કારણે વાહન રસ્તાથી ખેતર તરફ જતું રહ્યું હતું જ્યાં ખેડુઓ કામ કરતા હતા.
મૃતકોની ઓળખ ધનભાઇ ઠાકોર (30), પ્રભુ ઠાકોર (35) અને નભા ઠાકોર (40) તરીકે થઇ છે. લાશને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે.
કચ્છનો પરિવાર સવાર હતો
તેમણે કહ્યું કે, ડ્રાઇવર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રાઈવર કચ્છના પરિવાર સાથે પાલનપુર જઈ રહ્યો હતો.
