અમદાવાદ/ મંતવ્ય ન્યૂઝની પહેલ મોરબી દુર્ઘટનાના મૃતકોને આદરાંજલી કેન્ડલ માર્ચનું આયોજન

મંતવ્ય ન્યૂઝ દ્વારા આવતીકાલે બુધવારે સાંજે 6:30 કલાકે વસ્ત્રાપુર તળાવ પાસે અમદાવાદમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
કેન્ડલ માર્ચનું

મોરબીનો ઝૂલતો પૂલ અચાનક ધડાકાભેર તૂટી પડતાં સર્જાયેલી હૃદયદ્રાવક કરુણાંતિકામાં બાળકો, મહિલાઓ,વૃધ્ધો સહિત જે નાગરિકોએ તેમની મહામૂલી જિંદગી ગુમાવી છે, તેમના આત્માની શાંતિ અર્થે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા  શ્રધ્ધાંજલિ અર્પવા  મંતવ્ય ન્યૂઝ દ્વારા આવતીકાલે બુધવારે સાંજે 6:30 કલાકે વસ્ત્રાપુર લેક પાસે અમદાવાદમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમાં મંતવ્ય પરિવાર સાથે અમદાવાદના નાગરિકો  કેન્ડલ માર્ચ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ જોડાશે.

મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ રવિવારે સાંજે છ વાગ્યા આસપાસ તૂટી પડ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, મોરબીમાં પુલ તૂટી પડતાં અત્યાર સુધીમાં 135 લોકોનાં કરુણ મૃત્યુ નીપજ્યાં છે.

આખી રાત સુધી લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. પુલ તૂટ્યા બાદ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મોરબી પહોંચ્યા હતા.

વર્ષો જૂના આ પુલનું હાલમાં જ સમારકામ થયું હતું અને લોકો માટે ખુલ્લો મુકાયો હતો. રવિવારે બ્રિજ પર આશરે 500થી વધુ લોકો હોવાનું કહેવાઈ રહ્યું છે. બ્રિજની ખરેખર કેપેસિટી 100 લોકોનું વજન ઝીલી શકે એટલી જ હોવાનું સરકારના જાણકાર અધિકારીઓ જણાવે છે. આમ કેપેસિટી કરતા વધુ લોકો ભેગા થવાથી આ દુર્ઘટના ઘટી હોવાનું જણાઈ રહ્યું છે.

આ પણ વાંચો:PM મોદી ઘાયલોને મળવા મોરબી હોસ્પિટલ પહોંચ્યા, CM સાથે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું

આ પણ વાંચો: PM મોદીના આગમન પહેલા કપડાથી ઢાંકવામાં આવ્યા OREVA કંપનીના બોર્ડ

આ પણ વાંચો:દુર્ઘટનાની ઇન્કવાયરી સત્ય સુધી પહોંચતી જ નથી