Not Set/ ડીસામાં વધુ 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન

કોરોનાની ચેન તોડવા માટે ડીસાએ ફરીવાર 10 દિવસનો સ્વૈચ્છિક લોકડાઉન

Gujarat
disha 1 ડીસામાં વધુ 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન

રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે .કોરોનાના લીધે લોકો મરી રહ્યા છે જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે મોટાભાગના શહેરોમાં સ્વયંભૂ બંધ રાખે છે. ડીસા, પાલનપુર, ધાનેરા, દિયોદર, થરાદ, ભાભર, અમીરગઢ, સહિત તમામ શહેરોમાં હાલ સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવ્યું છે. જેથી આજે ડીસામાં સવારથી તમામ ધંધા- રોજગાર બંધ રાખી વેપારીઓ અને શહેરીજનો આ બંધને સમર્થન આપી રહ્યા છે. આજે સવારથી જીવન જરૂરિયાતની ચીજો સિવાય તમામ ધંધા રોજગાર, દુકાનો, લારી- ગલાલાઓ પણ બંધ રાખ્યા હતા. 10 દિવસ સુધી સંપૂર્ણ સ્વેચ્છિક લોકડાઉન કરતા કોરોનાની ચેઈનને તોડી શકાશે.

ડીસામાં વેપારીઓએ આજે શુક્રવારથી 10 દિવસ સુધી જાતે જ પોતાના ધંધા- રોજગાર બંધ કરી લોકડાઉન જાહેર કર્યું છે. જેના કારણે જે પ્રમાણે સતત કોરોના વાઈરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને અટકાવી શકાય.કોરોનાના કેસોને કંટ્રેાલ કરવા ફરીવાર સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે.