ગાંધીનગર,
આર્થિક પછાત અને બિન અનામત વર્ગને ૧૦ ટકા અનામત આપવાના બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરતા જ કાયદો બની ગયો છે, જેને પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મકર સંક્રાંતિ એટલે કે ૧૪ જાન્યુઆરીથી રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગને ૧૪ ટકા અનામતનો લાભ આપવાની જાહેરાત કરી છે.
આ સાથે જ ૧૪ જાન્યુઆરી બાદ રાજ્યમાં શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની થયેલી જાહેરાતોમાં ભરતી માટેની કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેમાં આ લાભ મળવા પાત્ર થશે.
જો કે ત્યારબાદ હવે આ ભરતી અને પ્રવેશ પ્રક્રિયા હાલ સ્થગિત રાખી ૧૦ ટકા અનામતનો લાભ આપવામાં આવશે.
સરકારની આ જાહેરાત પછી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની પરીક્ષાઓ પાછી ઠેલાઈ છે. જીપીએસસીની પ્રિલીમનરી પરીક્ષાઓ ૨૦ જાન્યુઆરીએ લેવાવવાની હતી પણ હવે તેને અટકાવી દેવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.
જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટમાં જણાવ્યા પ્રમાણે, જીપીએસસીની ૨૦ જાન્યુઆરીએ લેવાનારી પ્રિલમનરી પરીક્ષા આર્થિક નબળા વર્ગ માટે જાહેર કરેલ અનામતના કારણે સ્થગિત કરવામાં આવી છે. જીપીએસસી હવે પછી વધુ વિગતો સમય સમય પર જાહેર કરશે.