Not Set/ ઉત્તર ભારતમાં હિમવર્ષાનાં કારણે રાજ્યમાં ઠંડીમાં થયો વધારો

ચાલુ વર્ષમાં ઠંડીને લઈને ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. જેમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે છેલ્લા થોડા દિવસથી ઠંડીમાં અચાનક જ વધારો નોંધાયો છે.

Top Stories India
11 49 ઉત્તર ભારતમાં હિમવર્ષાનાં કારણે રાજ્યમાં ઠંડીમાં થયો વધારો

ચાલુ વર્ષમાં ઠંડીને લઈને ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. જેમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે છેલ્લા થોડા દિવસથી ઠંડીમાં અચાનક જ વધારો નોંધાયો છે. જેમાં અમદાવાદમાં આજે 12 ડિગ્રી સાથે ઠંડીમાં વધારો નોંધાયો છે.

આ પણ વાંચો – ઈન્ટરપોલ, યુકે અને યુએસની મદદથી / ઓનલાઇન ચાઇલ્ડ પોર્નોગ્રાફી રોકવા માટે 19 હજાર લોકોની વિશેષ ટીમ બનાવવામાં આવી

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કોલ્ડ વેવ ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જેને કારણે હાડ થીજવતી ઠંડી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે, રાજ્યમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો ચમકારો વધશે, આગામી બે દિવસ ઠંડી રહ્યા બાદ લઘુત્તમ તપમાનમાં ધીરે ધીરે વધારો થશે. જો તમે સ્વેટર અને રજાઈઓ મુકી દેવાનુ વિચારતા હોય તો ફરી એકવાર તેની જરૂર પડી શકે છે. ગુજરાતમાં ફરીથી ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદ આસપાસનાં સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવાઇ છે. ગુજરાતમાં ઠંડીનો (Gujarat winter) ફરી એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે.આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને બે દિવસ સુધી તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department) મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શનિવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. જેના 48 કલાક બાદ ફરી તપામાનમાં સામાન્ય વધારો નોંધાશે. ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…