Not Set/ ટ્રમ્પ-કીમ મુલાકાતનો દિવસ બદલાશે નહિ

માનવામાં આવી રહ્યું છે સિંગાપુરમાં કીમ જોંગ-ઉન સાથેની મુલાકાત માટે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરી એક વાર હા કહી શકે છે. આ બેઠકની તૈયારીઓ જોરશોર થી ચાલી રહી છે, તથા અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ પણ તૈયારીઓનું ચેકિંગ કરવા માટે રવાના થઇ ચુક્યા છે. આ હાઈપ્રોફાઇલ મીટીંગ પર દુનિયાની નજરો ટકેલી છે. આ પહેલા ટ્રમ્પએ આ બેઠક રદ્દ […]

Top Stories World
COREA 0518 Kim e Don ટ્રમ્પ-કીમ મુલાકાતનો દિવસ બદલાશે નહિ

માનવામાં આવી રહ્યું છે સિંગાપુરમાં કીમ જોંગ-ઉન સાથેની મુલાકાત માટે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરી એક વાર હા કહી શકે છે. આ
બેઠકની તૈયારીઓ જોરશોર થી ચાલી રહી છે, તથા અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ પણ તૈયારીઓનું ચેકિંગ કરવા માટે રવાના થઇ
ચુક્યા છે. આ હાઈપ્રોફાઇલ મીટીંગ પર દુનિયાની નજરો ટકેલી છે. આ પહેલા ટ્રમ્પએ આ બેઠક રદ્દ કરવાનું એલાન કર્યું હતું, જેના
પર ઉતર કોરિયાએ નિરાશા વ્યક્ત કરી હતી. ઉતર કોરિયા તરફથી કહેવામાં આવ્યું છે કે એ કોઈ પણ જગ્યાએ આ મુલાકાત માટે
તૈયાર છે. દક્ષીણ કોરિયામાં રહેલા અમેરિકન રાજદૂત સુંગ કીમના નેતૃત્વમાં અધિકારીઓનું દળ ઉતર કોરિયા પહોચી ચુક્યું છે. સુંગને
પરમાણું મામલા પર વાર્તા કરવા માટે વિશેષજ્ઞ માનવામાં આવે છે. હમણાં થોડા દિવસ પહેલાજ ઉતર કોરીયાએ તેમની પરમાણું
પરીક્ષણ સાઈટ બોમ્બ થી ઉડાવી દીધી હતી. કિમનો આ ફેસલો શાંતિ તરફ આગળ વધતા ઉતર કોરિયાનું સકારાત્મક પગલું માનવામાં આવે છે.

શનિવારે દક્ષીણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે એ ઉતારા કોરિયાના પ્રમુખ કીમ જોંગ-ઉન સાથે અચાનક મુલાકાત કરી હતી. આ
મુલાકાત ખુબ સારા માહોલમાં થઇ હતી. બંને નેતાઓ વચ્ચે આ બીબ્જી મુલાકાત પુનમુનજોમ ગામમાં થઇ હતી. મુલાકાતમાં કીમ
જોંગ-ઉન અને મૂન જે ઇન ગળે મળ્યા હતા.

ત્યારબાદ મુને કહ્યું કે કીમ નોર્થ કોરિયાને પરમાણું હથિયાર રહિત કરવા માટે તૈયાર છે. આ પછીજ ટ્રમ્પની તરફથી આ મુલાકાત માટે
આશા દર્શાવાઈ રહી છે. મહત્વનું છે કે અમેરિકાનો દબાવ ઉતર કોરિયાના પરમનું હથિયાર છોડવા પર છે.
સિંગાપુરમાં ૧૨ જુને પ્રાસ્તાવિક બેઠક રદ્દ કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પએ હાલમાંજ કીમ જોંગને પત્ર લખ્યો હતો જેમાં બેઠક માટે આશા
દર્શાવવામાં આવી હતી. લખ્યું હતું કે જો કીમ ચાહે તો એમને પત્ર થી અથવા ફોન થી બેઠક કરવા માટે સુચના આપી શકે છે. ટ્રમ્પના
આ પત્ર પર ઉતર કોરીયાએ કોઈ પ્રતિક્રિયા આપી નહતી. આ કારણે ટ્રમ્પ એ બંને દેશો વચ્ચેની વાર્તા રદ્દ કરી હતી, પછી ટ્રમ્પએ કહ્યું
હતું કે બંને દેશ વચ્ચે કોમ્યુનીકેશન લાઈન ખુલ્લી છે. અમેરિકી રાષ્ટ્પાતીએ કહ્યું કે અમે જોઈશું કે શું થયું, અમે એમની સાથે વાત
કરી રહ્યા છીએ. તેઓ વાત કરવા માંગે છે, અમે પણ વાત કરવા માંગીએ છીએ. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ ૧૨ જુને
પણ થઇ શકે છે. ટ્રમ્પએ એમ પણ જણાવ્યું કે ઉતર કોરિયા ખેલ કરી રહ્યું છે, બધા ખેલ કરે છે, તમે જાણો છો.