Crime/ દુકાનદારે સગીરને ઠપકો આપતાં તેને છરીના 11 ઘા ઝીંકી દીધા

મળતી માહિતી મુજબ, આ ઘટના કાનપુર નવીન માર્કેટમાં બની હતી. અહીં બૂટૃચંપલનો શોરૂમ ચલાવતા રાજુ હરગુનાની…………………

India
Image 65 દુકાનદારે સગીરને ઠપકો આપતાં તેને છરીના 11 ઘા ઝીંકી દીધા

Uttar Pradesh News: ઉત્તરપ્રદેશમાં કાનપુરમાં એક ચકચાર મચાવતો મામલો સામે આવ્યો છે. અહીં દુકાનના માલિકે સગીર છોકરાને તેનું કામ ન કરવા બદલ ઠપકો આપ્યો હતો. ત્યારબાદ મારપીટ કરવા બદલ સગીરે તેના દુકાન માલિક પર 11 વાર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. માહિતી મળતાં પોલીસ પહોંચી અને દુકાનના માલિકને હોસ્પિટલ લઈ ગઈ. પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના કાનપુર નવીન માર્કેટમાં બની હતી. અહીં બૂટૃચંપલનો શોરૂમ ચલાવતા રાજુ હરગુનાની શુક્રવારે રાત્રે 9 વાગ્યે દુકાન બંધ કરવા જઈ રહ્યા હતા. તે જ સમયે તેની દુકાન પર કામ કરતો 14 વર્ષનો છોકરો ત્યાં આવ્યો. તેણે પહેલા રાજુ સાથે બોલાચાલી કરી હતી, ત્યારબાદ તેણે છરી વડે હુમલો કરી દુકાન માલિક પર છરી વડે 11 વાર કર્યા હતા. રાજુ લોહીથી લથબથ શોરૂમમાં નીચે પડ્યો હતો.

આ પછી સગીર હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો. દુકાન માલિકની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ કમિશ્નર અખિલેશ કુમાર અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બાબા રામદેવને સુપ્રિમ કોર્ટ તરફથી વધુ એક ઝાટકો, શિબિર માટે કર ચૂકવવો પડશે

આ પણ વાંચો:‘માણસ અજાણતા જ પોતાનો જ નાશ કરી રહ્યો છે’ સુપ્રીમ કોર્ટે કેમ કરી આ ટિપ્પણી

આ પણ વાંચો:અશ્લીલ સામગ્રીમાં બાળકોનો ઉપયોગ કરવો એ ગુનો અને ગંભીર ચિંતાનો વિષય