કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ લંડના પ્રવાસ પર છે ત્યારે તેમમે પોતાના અનુભવો શેર કર્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી રાહુલ ગાંધી શું શીખે છે તે અંગે ચર્ચા કરી હતી,તેમણે કહ્યું કે વડાપ્રધાનના શાબ્દિક હુમલાને બે દ્રષ્ટિકોણથી જોઇ શકાય છે.આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના મૃત્યુએ ઘણુંબધું જીવનમાં શીખવાડ્યું છે.
ભારતમાં રોંજિદા રાજકિય જીવવનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે “જો હું પાછળ વળીને જોઉં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા પર શાબ્દિક હુમલો કરે છે અને આવી સ્થિતિમાં હું કહી શકું છું કે હે ભગવાન, તેઓ કેટલા ખરાબ રીતે મારા પર હુમલો કરી રહ્યા છે. આ સિવાય આ શાબ્દિક હુમલાને બીજી રીતે પણ જોઇ શકાય છે,બહુ સારૂ,હું વડાપ્રધાન મોદી પાસેથી કંઇક શીખી રહ્યો છું,અને મને વધારે શીખવાડે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક વાતચીત સત્ર દરમિયાન, રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના પિતા રાજીવ ગાંધીનું હુમલામાં મૃત્યુ એ તેમના માટે જીવનનો સૌથી મોટો શીખવાનો અનુભવ હતો. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે આ ઘટનાથી તેમને એવી વસ્તુઓ શીખવા મળી જે કદાચ તેઓ ક્યારેય નહીં શીખ્યા હોય.ઉલ્લેખનીય છે કે 21 મે 1991ના રોજ તમિલનાડુમાં ચૂંટણી સભા દરમિયાન ‘LTTE’ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીનું મૃત્યુ થયું હતું.
