New Delhi/ વડાપ્રધાન – ઉપ-રાષ્ટ્રપતિ સંસદમાંથી નીકળશે તો લોકોને નહીં પડે મુશ્કેલી, સરકારનું આ છે પ્લાનિંગ

વડા પ્રધાન અને ઉપરાષ્ટ્રપતિનો કાફલાઓ સંસદમાંથી બહાર નીકળતા હોય ત્યારે ટ્રાફિક રોકી દેવામાં આવે છે, પરંતુ હવે આ કારણે હવે લોકોને મુશ્કેલીમાં મૂકવામાં આવશે નહીં.

Top Stories India
A 67 વડાપ્રધાન - ઉપ-રાષ્ટ્રપતિ સંસદમાંથી નીકળશે તો લોકોને નહીં પડે મુશ્કેલી, સરકારનું આ છે પ્લાનિંગ

વડા પ્રધાન અને ઉપરાષ્ટ્રપતિનો કાફલાઓ સંસદમાંથી બહાર નીકળતા હોય ત્યારે ટ્રાફિક રોકી દેવામાં આવે છે, પરંતુ હવે આ કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. નવનિર્માણ થઈ રહેલી સંસદમાં આવી ટનલ બનાવવામાં આવી રહી છે, જે ભૂગર્ભ રસ્તાઓથી વડા પ્રધાનનાં નિવાસસ્થાન અને ઉપરાષ્ટ્રપતિનાં ઘરે જશે.

રસ્તાઓ પર વીવીઆઈપી અવર-જવરને કારણે આ સામાન્ય લોકોને પરેશાન કરશે નહીં અને સંસદની બહાર ટ્રાફિકની અવર-જવર સામાન્ય રીતે ચાલુ રહેશે. આ ટનલનાં નિર્માણનો સીધો અર્થ એ છે કે, પીએમ અને ઉપરાષ્ટ્રપતિ જેવી હસ્તીઓનાં કાફલાઓને ટ્રાફિકમાં અવરોધ ન આવે અને સંસદમાં તેમની અવર-જવરની ખાતરી થઇ શકે. આ ટનલ પાછળનો ખ્યાલ એ છે કે, જો વીઆઈપી અવર-જવરને સંસદથી અલગ કરવામાં આવે તો સામાન્ય અવર-જવરમાં ઓછી અડચણો આવશે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ IT રેડ પર મોદી સરકાર પર કર્યો કટાક્ષ, લખ્યું- ‘ખિસયાની બિલ્લી…’

ટનલની બનાવવા પાછળનો વિચાર એકદમ સરળ છે. જો વીઆઇપી મૂવમેન્ટ સંસદથી અલગ હોય, તો તેઓ ઓછા વિક્ષેપો સાથે નવા સંસદ સંકુલમાં અને અંદર આગળ વધી શકશે. સેન્ટ્રલ વિસ્ટાની નિર્માણ યોજના અનુસાર, નવુ PM હાઉસ અને PMO સાઉથ બ્લોકની તરફ આવશે. નવા વી.પી. ચેમ્બર્સ નોર્થ બ્લોકમાં હશે અને તે ઉપરાંત સંસદસભ્યોની ચેમ્બર ત્યા હશે જ્યા ટ્રાસપોર્ટ અને શ્રમ શક્તિ ભવન છે.

આ પણ વાંચો : PM મોદીની વિદેશ યાત્રાઓ ટૂંક સમયમાં થશે શરૂ, જાણો પહેલા ક્યાં જશે

એક રિપોર્ટ અનુસાર આ ટનલ સિંગલ લેનમાં હશે. કારણ કે તેનો ઉપયોગ અમુક લોકો દ્વારા જ કરવામાં આવશે. કહેવામાં આવ્યું છે કે આ નાના બ્લોક્સ હોવાથી સંસદમાં પહોંચવા માટે ગોલ્ફ કોર્ટનો ઉપયોગ કરી શકાય છે. રાષ્ટ્રપતિ ભવનથી આ પ્રકારની લિંકની જરૂર નહોતી, તે થોડા અંતરે છે અને સંસદમાં રાષ્ટ્રપતિનું આગમન ઓછુ અને પૂર્વનિર્ધારિત છે. સૂત્રોએ જણાવ્યું છે કે સેન્ટ્રલ વિસ્ટા રિડેવલોપમેન્ટનો મુખ્ય ઉદ્દેશ સંસદ સંકુલ પર અને તેની આસપાસનાં વિસ્તારમાં જાહેર પહોંચને વધુ સરળ બનાવવાનો છે.

આ પણ વાંચો : દેશભરમાં હવે દિવસે કે રાત્રે તમારી સુવિધા પ્રમાણે 24×7 લગાવી શકો છો કોરોનાની રસી