Shinzo Abe shot/ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ગોળી મારનાર શખ્સ કોણ !હુમલો કર્યા બાદ પણ ત્યાંજ ઉભો રહ્યો,પોલીસે કરી ધરપકડ

સ્ટેજ પર ભાષણ આપી રહેલા આબે પર તે જ સમયે હુમલો થયો હતો. આબેને બે ગોળી મારી  છે અને હુમલાખોર ત્યાં જ ઊભો રહ્યો  હતો.

Top Stories World
6 19 જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ગોળી મારનાર શખ્સ કોણ !હુમલો કર્યા બાદ પણ ત્યાંજ ઉભો રહ્યો,પોલીસે કરી ધરપકડ

જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેને ગોળી મારી દેવામાં આવી છે. સ્ટેજ પર ભાષણ આપી રહેલા આબે પર તે જ સમયે હુમલો થયો હતો. આબેને બે ગોળી મારી  છે અને હુમલાખોર ત્યાં જ ઊભો રહ્યો  હતો. તેણે ભાગવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. આબે પર શા માટે હુમલો કરવામાં આવ્યો અને કોણે આ ષડયંત્ર કર્યું તે અંગે કોઈ માહિતી નથી. આબે એવા નેતા છે જેનું વિશ્વના ઘણા નેતાઓ આદર કરે છે. હાલ હુમલાખોર પોલીસની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવશે. આબે હાલમાં હોસ્પિટલમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે. હાલ તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે.પોલીસે હુમલાવરની ધરપકડ કરી છે.

સ્થાનિક મીડિયા અનુસાર, આબેને ગોળી મારનાર વ્યક્તિ 40 વર્ષનો છે. તેનું નામ યામાગામી જણાવવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યામાગામીએ જે બંદૂકનો ઉપયોગ કર્યો હતો તે 3ડી પ્રિન્ટેડ હતી, સ્થાનિક પોલીસ દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. શિન્ઝો આબે જાપાનના સૌથી લાંબા સમય સુધી પીએમ રહ્યા છે. તેઓ 52 વર્ષની વયે દેશના પીએમ તરીકે ચૂંટાયા હતા. તેમના નામે સૌથી યુવા પીએમ બનવાનો રેકોર્ડ પણ છે. વર્ષ 2020 માં, તેમણે કોલાઇટિસ રોગને કારણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

જાપાન, જ્યાં આ ઘટના બની છે, ત્યાં વિશ્વમાં સૌથી કડક બંદૂક કાયદા છે. દર વર્ષે ગોળીબારની ઘટનાઓમાં મૃત્યુઆંક માત્ર એકમના આંકડા સુધી જ રહે છે. સ્ટેનગનનો ઉપયોગ એબે પર હુમલો કરવા માટે થાય છે. આ ઘટના બની ત્યારે તેઓ ચૂંટણી રેલીમાં હતા.