Not Set/ રાહુલ ગાંધીએ કહ્યુ – મેં ફેબ્રુઆરીમાં સરકારને ચેતાવણી આપી હતી, આજે ફરી કહી રહ્યો છુ…

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, સરકાર કોરોનાને રોકવામાં પૂર રીતે અસમર્થ દેખાઇ રહી છે. રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં વાયરસ સૌથી ઝડપથી ફેલાતો હોય ત્યારે લોકડાઉન હટાવવામાં આવી રહ્યુ છે. લોકડાઉનનો હેતુ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. લોકડાઉન […]

India
5027673220d3af34169bc6312b08cbd6 1 રાહુલ ગાંધીએ કહ્યુ - મેં ફેબ્રુઆરીમાં સરકારને ચેતાવણી આપી હતી, આજે ફરી કહી રહ્યો છુ...

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, સરકાર કોરોનાને રોકવામાં પૂર રીતે અસમર્થ દેખાઇ રહી છે. રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં વાયરસ સૌથી ઝડપથી ફેલાતો હોય ત્યારે લોકડાઉન હટાવવામાં આવી રહ્યુ છે. લોકડાઉનનો હેતુ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. લોકડાઉન સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે અને ભારતને પણ આ જ નિષ્ફળતાનો સામનો કરવો પડી રહ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું, નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોરોનાની લડાઇ 21 દિવસમાં જીતી લેવામાં આવશે લગભગ 60 દિવસ થયા છે. બિમારી વધી રહી છે ત્યારે લોકડાઉન દૂર કરવામાં આવી રહ્યુ છે, પરિણામ અપેક્ષાથી વિરુદ્ધ છે. અમે સરકાર અને વડા પ્રધાનને પૂછવા માંગીએ છીએ કે હવે તમારો પ્લાન બી શું છે? હવે આનાથી આગળ કેવી રીતે વધવાનુ છે.  રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકડાઉન ખોલવાની સરકારની વ્યૂહરચનામાં પ્રવાસીઓ અને રાજ્યોની મદદ માટેની શું વ્યવસ્થા છે, તે પણ સરકાર જણાવે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારે આર્થિક પેકેજમાં જે આપ્યું છે તેનાથી કંઈ થશે નહીં. તેમણે કહ્યું કે, જે રાજ્યોમાં અમારી સરકાર છે ત્યાં અમે ત્યાંના લોકોને રોકડ રકમ આપી રહ્યા છીએ પરંતુ અમને કેન્દ્ર તરફથી કોઈ મદદ મળી નથી.

રાહુલે કહ્યું કે મેં ફેબ્રુઆરીમાં સરકારને જે ચેતવણી આપી હતી, તે હું આજે પણ કહી રહ્યો છું. મારું કામ સરકારની દેશની સમસ્યાઓ વિશે ચેતાવણી આપવાનું છે. મારા કેટલાક જાણકાર નીતિનિર્માતાઓ કહે છે કે સરકાર વિચારે છે કે જો ગરીબ લોકોને પૈસા આપવામાં આવે છે, તો વિદેશી દેશોમાં ખોટી છાપ ઉભી થશે, આપણી રેટિંગ્સ વધુ ખરાબ થશે. હું ફરીથી કહું છું કે હિન્દુસ્તાનની છબી બહાર નથી બનતી, તે ભારતની અંદર બને છે. આજે ભારતની શક્તિને બચાવવાની જરૂર છે. આ માટે 50 ટકા લોકોને સીધી રોકડ ચૂકવવી પડશે. સાડા ​​સાત હજાર રૂપિયા ચુકવવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.