chennai/ કેન્દ્રીય ગૃહમંત્રીની યાત્રા દરમિયાનજ સોશિયલ મીડિયા પર #ગો બેક અમિત શાહ” હેશ ટેગ ટ્રેન્ડ થયું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાલમાં તેમની બે દિવસીય ચેન્નાઈની રાજકીય યાત્રા ઉપર છે. ત્યારે સોશિયલ મીડિયા પર ગો બેક અમિત શાહ હેશ ટેગ ટ્રેન્ડ થઇ રહ્યું છે. શુક્રવાર સાંજથી જ ટ્વિટર પર અમિત શાહ અને ભાજપ વિરોધી ટ્વિટ્સ તથા મીમ્સનો મારો ચાલુ થઇ રહ્યો છે.

Top Stories India
nitin patel 30 કેન્દ્રીય ગૃહમંત્રીની યાત્રા દરમિયાનજ સોશિયલ મીડિયા પર #ગો બેક અમિત શાહ” હેશ ટેગ ટ્રેન્ડ થયું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાલમાં તેમની બે દિવસીય ચેન્નાઈની રાજકીય યાત્રા ઉપર છે. ત્યારે સોશિયલ મીડિયા પર ગો બેક અમિત શાહ હેશ ટેગ ટ્રેન્ડ થઇ રહ્યું છે. શુક્રવાર સાંજથી જ ટ્વિટર પર અમિત શાહ અને ભાજપ વિરોધી ટ્વિટ્સ તથા મીમ્સનો મારો ચાલુ થઇ રહ્યો છે. શનિવાર સવારથી જ આ હેશ ટેગ ટ્રેન્ડિંગમાં હતું અને આખો દિવસ ટ્રેન્ડિંગમાં રહ્યું. બપોર સુધીમાં જ ચાર લાખ કરતાં વધારે ટ્વિટ્સ આ હેશ ટેગ સાથે થઈ ગઈ હતી. આ હેશ ટેગને ટોપમાં ટ્રેન્ડિંગ કરાવીને ડીએમકેના સ્ટાલિને ફરી વર્ચ્યુઅલ શક્તિપ્રદર્શન કરી નાંખ્યું.

તમિલનાડુમાં ભાજપના કોઈ પણ નેતા આવે ત્યારે ગોબેક હેશ ટેગ સાથે ડીએમકે તૂટી પડે છે. અગાઉ મોદી તમિલનાડુ ગયા ત્યારે પણ DMKએ આ રીતે જ વ્યૂહરચના અપનાવી હતી. ગૃહમંત્રીની ચેન્નાઈ યાત્રા સત્તાવાર રીતે કેટલાક વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ માટે હતી. તો તમિલનાડુમાં આવતા વરસે યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં પણ આ યાત્રા મહત્વની હતી. વિશ્લેષકોના મતે, સોશિયલ મીડિયા ટ્રેન્ડ એ વાતનો સંકેત છે કે, તમિલનાડુમાં પગ જમાવવા ભાજપે બહુ મહેનત કરવી પડશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી  મોબાઇલ એપ્લિકેશન….